Chamoli Disaster: હજુ 197 લોકો લાપતા, નેવી-એરફોર્સ કરી રહ્યાં છે શોધખોળઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આપદા અંગે લોકસભામાં માહિતી આપતા કહ્યુ કે હજુ 197 લોકો લાપતા છે. સરકારે તેને શોધવા માટે નેવી અને એરફોર્સના કમાન્ડોને મેદાનમાં ઉતાર્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) ઉત્તરાખંડના ચમોલીમાં આવેલી આફત પર નિવેદન જારી કર્યું છે. લોકસભા (Loksabha) માં બોલતા ગૃહમંત્રીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવારે આપદાને ધ્યાનમાં રાખતા પ્રશાસન પાસે સૂચનાઓ લીધી હતી. સાથે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, રાજ્યમાં બચાવ કાર્ય હવે ચાલી રહ્યું છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી તેના પર નજર રાખી રહ્યા છે.
પૂરથી જળ વિદ્યુત પ્રોજેક્ટોને પહોંચ્યું નુકસાન
ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ કહ્યુ કે, અચાનલ આવેલા પૂરમાં NTCPના જળ વિદ્યુત પ્રોજેક્ટને ઘણું નુકસાન પહોંચ્યુ છે. હાલ કોઈ મોટો ખતરો નથી. નદીના જળ સ્તરમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. પીએમ મોદી પણ સ્થિતિની માહિતી મેળવી રહ્યા છે.
Bihar: નીતીશ કુમારે કરી વિભાગોની ફાળવણી, શાહનવાઝ હુસૈનને મળી મોટી જવાબદારી
રાહત કાર્ય માટે નેવી અને એર ફોર્સ પણ લાગી
ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યુ કે, ચમોલીમાં રાહત કાર્યમાં મદદ માટે નેવીના ગોતાખોર અને વાયુ સેનાના 5 હેલીકોપ્ટર લગાવવામાં આવ્યા છે. DRDOની ટીમ પણ પોતાના ઉપકરણોની સાથે નજર રાખવા માટે સ્થળ પર પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ઘટના સ્થળ પર વિજળી શરૂ કરી દેવામાં આવી છે અને આસપાસના ગામોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. બચાવ કાર્યોમાં તેજી લાવવા માટે રાજ્ય સરકારે પણ 5 હેલીકોપ્ટર લગાવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube