નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ઝડપથી વધારો થઇ રહી છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.જોકે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે દેશભરમાં અનલોક (Unlock)ની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. 1 ઓક્ટોબર એટલે કે કાલથી દેશભરમાં અનલોક 5.0 (Unlock 5.0) શરૂ થશે. ગૃહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી જણાવ્યું કે અનલોક 5માં શું ખુલશે અને કઇ વસ્તુઓ પર પાબંધી જાહેર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન
- સિનેમા/થિયેટર/મલ્ટીપ્લેક્સમાં તેમની બેઠક ક્ષમતાથી 50% ટકા દર્શકોને અનુમતિ મળશે. તેના માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય એસઓપી જાહેર કરશે. 
- બિઝનેસ ટૂ બિઝનેસ (બી ટૂ બી) એક્ઝિબિઝશન્સ લગાવવામાં આવશે. તેના માટે વાણિજ્ય વિભાગ એસઓપી જાહેર કરશે.
- ખેલાડીના ટ્રેનિંગ માટે ઉપયોગ થનાર સ્વિમિંગ પૂલને ખોલવાની અનુમતિ મળશે, જેના માટે ખેલ મંત્રાલય એસઓપી જાહેર કરશે.
- અમ્યૂઝમેંટ પાર્ક અને આ પ્રકારના સ્થાનોને ખોલવાની પણ અનુમતિ મળશે અને આ તમામ માટે સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય એસઓપી જાહેર કરશે. 
- સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને કોચિંગને તબક્કાવાર પરવાનગે મળશે અને આ તમામ માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એસઓપી જાહેર કરશે. તે સ્થિતિઓને જોતાં 15 ઓક્ટર 2020 બાદ તેમને ફરીથી ખોલવા માટે નિર્ણૅય લઇ શકે છે. જોકે તેના માટે સરકાર સ્કૂલો/ સંસ્થા મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે અને શરતોનું પાલન કરશે. 
- ઓનલાઇન એજ્યુકેશન/ડિસ્ટેસિંગ લર્નિંગ ચાલુ રહેશે અને તેના સતત પ્રોત્સાહિત કરવામાં આવશે.
- જે સ્કૂલ ઓનલાઇન ક્લાસ ચલાવી રહ્યા છે અને તેમના કેટલાક વિદ્યાર્થી શારિરીક રીતે સ્કૂલમાં હાજર રહેવાના બદલે ઓનલાઇન અભ્યાસ કરવા માંગે છે તો તેમને પરવાનગી આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજર વાલીઓની લેખિત સહમતિથી લાગૂ થશે. તેના માટે ભારત સરકારની શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવનાર SOP બા આધારે સ્થાનિક જરૂરિયાતોનું ધ્યાન રાખતાં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ પોત-પોતાની SOP તૈયાર કરશે.
- તો બીજી તરફ શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રાલય કોલેજ/ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલવા માટે ગૃહ મંત્રાલયની સલાહથી નિર્ણય લઇ શકે છે. અહીં પણ ઓનલાઇન ક્લાસ અને ડિસ્ટેંસ લર્નિંગને ચાલુ રાખવામાં આવશે અને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પીએચડી વિદ્યાર્થી અને સાયન્સ ટેક્નોલોજીવાળા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી માટે લેબ શરૂ કરવા અને ટેક્નોલોજી ક્લાસ શરૂ કરવા માટે પણ 15 ઓક્ટોબર 2020થી અનુમતિ આપવામાં આવશે. 


મહારાષ્ટ્રમાં લોકડાઉન વધ્યું
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે જેના લીધે રાજ્યમાં લોકડાઉનને 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવ્યું છે. જોકે આ વચ્ચે દેશની આર્થિક રાજધાની મુંબઇ સહિત આખા રજ્યના રેસ્ટોરન્ટ અને બાર માલિકો માટે રાહતના સમાચાર મળશે.


રાજ્ય સરકારે 5 ઓક્ટોબરથી આખા મહારાષ્ટ્રમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગે આપી છે. 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં માર્ચ મહિનાથી જ રેસ્ટોરન્ટ અને વાર બંધ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube