Unlock 1: તબક્કાવાર દેશ થશે અનલોક, પણ આ નિયમોનું કડકાઈથી કરવું પડશે પાલન, ખાસ જાણો
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધુ સમય થયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા માટે વિવિધ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 5 અલગ પ્રકારનું છે જેને અનલોક 1.0 નામ આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરે ખોલવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ધીરે ધીરે થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટને પણ શરૂ કરાશે. જો કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ કોરોનાના ચેપને રોકવા માટે પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો આપણે જાણીએ કે એવા કયા નિયમો છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધુ સમય થયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા માટે વિવિધ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 5 અલગ પ્રકારનું છે જેને અનલોક 1.0 નામ આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરે ખોલવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ધીરે ધીરે થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટને પણ શરૂ કરાશે. જો કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ કોરોનાના ચેપને રોકવા માટે પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો આપણે જાણીએ કે એવા કયા નિયમો છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
1. ફેસકવર
ગૃહ મંત્રાલયે કહ્યું કે સાર્વજનિક સ્થળો, કાર્યસ્થળો, અને મુસાફરી દરમિયાન તમામ લોકોએ ફેસ કવર કરવો જરૂરી રહેશે. એટલે કે માસ્ક કે કપડું લગાવવું જરૂરી રહેશે. પીએમ મોદી અગાઉ પણ કહી ચૂક્યા છે કે લોકો ઘરમાં બનેલા માસ્ક કે કપડાંનો ઉપયોગ કરે.
2. સોશિયલ ડિસ્ન્સિંગ
લોકોએ એકબીજા વચ્ચે 6 ફૂટનું અંતર એટલે કે દો ગજ દૂરી જાળવવી પડશે. દુકાનો પર એક સાથે 5થી વધુ ગ્રાહકોને ભેગા થવાની મંજૂરી નથી.
3. ભીડ ભેગી કરવા પર રોક
ગૃહ મંત્રાલયે માસ ગેધરિંગ એટલે કે ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. વધુ પ્રમાણમાં લોકોનું એક જગ્યાએ ભેગા થવું કે સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્ન માટે 50 મહેમાનોને મંજૂરી અપાઈ છે. જ્યારે અંતિમ યાત્રામાં 20થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.
4. સાર્વજનિક સ્થળો પર થૂકશો તો થશે દંડ
કેન્દ્રએ પોતાની માર્ગદર્શિકામાં કહ્યું છે કે જો કોઈ સાર્વજનિક સ્થળો પર થૂંકશે તો રાજ્ય સરકારના નિયમો મુજબ તેના પર દંડ લાગશે.
5. દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ
આ પ્રકારના પદાર્થોનું સાર્વજનિક સ્થળોએ સેવન પર પ્રતિબંધ રહેશે.
6. વર્ક ફ્રોમ હોમ
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જેટલું બને તેટલું કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવો અને હજુ પણ ઓફિસોમાં લોકોને ભેગા ન કરવા.
7. રોટેશન સિસ્ટમ
કાર્યાલયો, કાર્યસ્થળો, દુકાનો, બજારો અને અન્ય સ્થાનો પર રોટેશન સિસ્ટમ લાગુ કરવાના નિર્દેશ અપાયા છે.
8. સ્ક્રિનિંગ અને હાઈજીન
કોઈ પણ કોમન એરિયામાં એન્ટ્રી પહેલા થર્મલ સ્ક્રિનિંગ, હેન્ડવોશ કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.
9. સેનેટાઈઝન
જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્યાં રેગ્યુલર સેનેટાઈઝ કરવાના નિર્દેશ અપાયા છે. ડોર હેન્ડલને પણ સેનેટાઈઝ કરવું પડશે. શિફ્ટ વચ્ચે સેનેટાઈઝનું કામ કરવામાં આવશે.
10. કાર્યસ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગ
કાર્યસ્થળો પર પરસ્પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને શિફ્ટ વચ્ચે ગેપ રાખવાના નિર્દેશ અપાયા છે. શિફ્ટ અને લંચ બ્રેક વચ્ચે પણ સમય હોવો જોઈએ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube