નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF)એ પોતાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને મોબાઈલમાંથી ચાઈનીઝ એપ હટાવવાના નિર્દેશ આપ્યા છે. એસટીએફએ આ માટે એક ઈન્ટરનેશનલ લેટર બહાર પાડ્યો છે. આદેશ મુજબ કર્મચારીઓને તાબડતોબ તમામ 52 એપ જલદી અનઈન્સ્ટોલ કરવાનું કહેવાયું છે. આ એપ્સને અનઈનસ્ટોલ કરવા પાછળ ડેટાચોરી કારણ અપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ


ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ સરકારને કહ્યું છે કે કાં તો ચીન સંબંધિત 52 મોબાઈલ એપ્સને બ્લોક કરી દેવામાં આવે અથવા તો લોકોને તેના ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ કરવો એ સુરક્ષિત નથી. આ એપ્સ મોટા પાયે ડેટાને ભારત બહાર મોકલી રહી છે. ભારતીયોની દરેક નાની મોટી જાણકારી આ એપ્સ દ્વારા ચીન પહોંચી રહી છે. મોટાભાગની મોબાઈલ એપ્લિકેશનમાં ડેટા સેવ કરવા માટે ચીનના સર્વરનો ઉપયોગ થાય છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube