સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

કેટલીક મોબાઈલ એપ (Mobile Apps) એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા ( internal security) સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે. 

સુરક્ષા એજન્સીઓનું અલર્ટ!, TikTok, Zoom સહિત 50 એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

નવી દિલ્હી: કેટલીક મોબાઈલ એપ (Mobile Apps) એવી છે જે તમારા જીવનમાં મનોરંજનનો ભાગ બની ચૂકી છે પણ અજાણતા જ આવી એપ્સ ભારતની આંતરિક સુરક્ષા ( internal security) સામે જોખમ ઊભી કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓએ આ મનોરંજન અને ટાઈમ પાસ માટે ઉપયોગમાં લેવાતી ચીની એપ્સ TikTok, Helo, UC Browser અને Zoom ને દેશ માટે જોખમ ગણાવી છે. 

ભારતીયોના ડેટા ચીની સરકાર સાથે કરે છે શેર
ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનના આવી 50થી વધુ એપ્સની ઓળખ કરી છે જે ભારતની આંતરિક સુરક્ષા માટે ખુબ ખતરનાક છે. સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ આ એપ્સ દ્વારા દેશ અને સુરક્ષા સંબંધિત મહત્વનો ડેટા ભારત બહાર મોકલવામાં આવી રહ્યો છે. જે મોબાઈલ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમ ગણવામાં આવી છે તેમાં Tik-Tok, Helo, UC Browser અને Zoom એપ સામેલ છે. આ ઉપરાંત મહિલાઓ માટે શોપિંગ એપ Shien અને Xiaomiને પણ સુરક્ષા કારણોસર ખુબ ખતરનાક ગણવામાં આવી છે. 

સરળ શબ્દો મસજો જાસૂસીની રીત
આ મામલે એક એક્સપર્ટનું કહેવું છે કે TikTok, Helo, UC Browser અને Zoom ને તમે મનોરંજન માટે ઉપયોગમાં લો છો. પરંતુ આ બધી એપ્સ તમારા ફોનના લોકેશન્સ અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ એપ્સ અને મહત્વની જાણકારીઓ ચૂપકેથી પોતાની પાસે સ્ટોર કરે છે. આવામાં જેટલી પણ ભારતીય એપનો ઉપયોગ તમે કરો છો તેની એક એક વાત આ કંપનીઓ પોતાની પાસે રાખે છે. જાણકારો માને છે કે ચીનની દરેક કંપનીએ પોતાનો ડેટા ચીની સરકાર સાથે શેર કરવો જરૂરી છે. ચીનની ગુપ્તચર એજન્સીઓ અને ચીની સેના આ ડેટાને લઈને દેશ પર હુમલો કરવાની રણનીતિ તૈયાર કરી શકે છે. અનેક કેસમાં એવું થયું પણ હશે પરંતુ ચીની સરકાર તેની અધિકૃત પુષ્ટિ ક્યારેય કરતી નથી. 

પોપ્યુલર એપ્સ જેને ગુપ્તચર એજન્સીઓ માની સુરક્ષા કારણોસર જોખમી

ટિકટોક-(Tik – Tok) 
હેલો (Helo)
યુસી બ્રાઉઝર (UC Browser)
યુસી ન્યૂઝ (UC News)
શેર ઈટ (Sharit)
લાઈકી (Likee)
360 સિક્યુરિટી (360 Security)
ન્યૂઝ ડોગ (NewsDog)
શિન (SHEIN) 
વિગો વીડિયો (Vigo Video)
વી ચેટ (WeChat)
વીબો (Weibo)
વીબો લાઈવ (Vibo live)
ક્લબ ફેક્ટરી (Club Factory)

જુઓ LIVE TV

તમારા દરેક વીડિયો અને પોસ્ટનો રાખે છે આંકડો
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે દેશમાં Tik-Tok, Helo, UC Browser અને Zoom એપ્સનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ચીની સરકારની રડારમાં છે. આવામાં જાણે-અજાણે તમે જેટલા પણ વીડિયો, પોસ્ટ અને વાતચીત કરો છો તે બધી જાણકારીઓ ચીની સર્વરમાં સ્ટોર થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news