રાહુલ ગાંધીના `રેપ કેપિટલ` નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું `માફી માંગે`
સંસદમાં આજે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના તે નિવેદન પર હંગામો થઇ ગયો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતને દુનિયામાં રેપ કેપિટલ (Rape capital) તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ સાંસદો ખાસકરીને ભાજપ (BJP)ની મહિલા સાંસદોએ આ નિવેદનને લઇને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી અને સદનમાં નારેબાજી પણ કરી.
નવી દિલ્હી: સંસદમાં આજે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના તે નિવેદન પર હંગામો થઇ ગયો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતને દુનિયામાં રેપ કેપિટલ (Rape capital) તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ સાંસદો ખાસકરીને ભાજપ (BJP)ની મહિલા સાંસદોએ આ નિવેદનને લઇને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી અને સદનમાં નારેબાજી પણ કરી.
ભાજપના સાંસદ સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે કોઇ નેતા સ્પષ્ટ રીતે એમ કહી રહ્યો છે કે ભારતીય મહિલાઓના બળાત્કાર કરવા જોઇએ. શું આ રાહુલ ગાંધીનો દેશના લોકો માટે સંદેશ છે?
રાજ્ય સભામાં સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરતાં નારેબાજી કરી. તેના પર રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે તમે કોઇ એવા વ્યક્તિનું ના ન લઇ શકો જે આ સદનનો સભ્ય નથી. કોઇને પણ સદનની કાર્યવાહીમાં વિધ્ન ઉભું કરવાનો હક નથી.
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 7 ડિસેમ્બરના રોજ મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે ભારત દુનિયાની રેપ કેપિટલ (Rape capital) તરીકે ઓળખવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજા દેશ અમને પૂછી છે કે શું ભારત પોતાની બહેનો અને છોકરીઓની રક્ષા કરી શકતા નથી. રાહુલ ગાંધીએ પીએમ નરેંદ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે 'એક યૂપીના ધારાસભ્ય રેપ કેસમાં સામેલ છે પરંતુ તેના પર વડાપ્રધાને એક શબ્દ પણ ન બોલ્યા.
રાહુલ ગાંધીએ ઝારખંડની એક રેલીમાં પણ કહ્યું હતું કે 'નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડીયા પરંતુ હવે તમે જ્યાં પણ જુઓ મેક ઇન નહી પણ હવે રેપ ઇન ઇન્ડીયા. ઉત્તર પ્રદેશમાં નરેંદ્ર મોદીના એક ધારાસભ્ય મહિલા સાથે રેપ કરે છે. નરેંદ્ર મોદી એક પણ શબ્દ બોલતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube