રાજ્યસભા

ભાજપે બંન્ને ગૃહો માટે જારી કર્યું વ્હિપ, સાંસદને હાજર રહેવાનું ફરમાન

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનું વ્હિપ જારી કર્યું છે. મંગળવારે તમામ રાજ્યસભાના સાંસદોએ ફરજીયાત પણે ગૃહમાં હાજર રહેવું પડશે. 
 

Feb 10, 2020, 10:33 PM IST

રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો પીએમ મોદીના ભાષણનો એક શબ્દ

રાજ્યસભામાં રાષ્ટ્રતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદીએ ઘણા મુદ્દા પર વિપક્ષને ઘેર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને એક એવો શબ્દ કર્યો જેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. 
 

Feb 8, 2020, 07:53 AM IST

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાથી 16.61 લાખ લોકોને મળી રોજગારી

આ તાલીમ કાર્યક્રમ બેઠળ યુવાઓને 371 કોર્સ કરાવવામાં આવ્યા છે. આઇટીઆઇ હેઠળ 15697 ઔદ્યોગિક તાલિમ કેન્દ્રોમાંથી 137 લોકોને લાંબા સમયગાળાની તાલીમ આપવામાં આવી છે. 

Feb 7, 2020, 08:34 PM IST
Prime Minister Narendra Modi In Rajya Sabha PT34M3S

વિકાસની જગ્યાએ વિભાજનને પસંદ કરી રહ્યો છે વિપક્ષ: PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપ્યો હતો. આ દાયકામાં વિશ્વને ભારત પાસે મોટી અપેક્ષાઓ છે અને ભારતીયને આપણી પાસે ખુબ અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓની પૂર્તિ માટે આપણા બધાના પ્રયાસ 130 કરોડ ભારતવાસિઓની આકંક્ષાઓને અનુરૂપ થવા જોઈએ. કોંગ્રેસ અને તેના સાથે આ દેશના રાષ્ટ્ર નિર્માતાઓને પણ મતબેન્કની રાજનીતિના કારણે ભૂલવા લાગ્યા છે, આ ચિંતાનો વિષય છે.

Feb 6, 2020, 08:00 PM IST

CAA પર PM મોદીએ યાદ અપાવ્યા શાસ્ત્રી અને લોહિયાના નિવેદન, ચૂપ રહી ગયો વિપક્ષ

પીએમ મોદીએ કહ્યું કે, સીએએને લઈને જે કંઇપણ કહેવામાં આવી રહ્યું છે, તે જે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે, તેને લઈને તમામ સાથીઓએ ખુદને સવાલ પૂછવો જોઈએ.

Feb 6, 2020, 07:38 PM IST

રાજ્યસભાઃ PM નરેન્દ્ર મોદીએ 8 પંક્તિઓથી 'હતાશ' વિપક્ષ પર કર્યાં પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે, સારૂ હોત હતાશા અને નિરાશાનો માહોલ છોડીને નવા ઉમંગ, નવા વિચાર, નવી ઉર્જાની સાથે દેશને નવી દિશા મળત, દેશને માર્ગદર્શન મળત. પરંતુ તમે આ થોભોને પોતાનું વર્ચયૂ બનાવી લીધું છે.

Feb 6, 2020, 07:16 PM IST

વડાપ્રધાને સંસદમાં ગણાવ્યા, આર્ટિકલ 370 હટાવવાથી જમ્મૂ-કાશ્મીરને થયેલા ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજ્યસભામાં એક-એક કરીને ગણાવ્યા આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરને ક્યા-ક્યા ફાયદા થયા છે. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. 
 

Feb 6, 2020, 07:04 PM IST

PM Modi in Rajya Sabha: વિકાસની જગ્યાએ વિભાજનને પસંદ કરી રહ્યો છે વિપક્ષ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા અનેક મુદ્દે જવાબો આપ્યા હતા.

Feb 6, 2020, 05:26 PM IST

સંસદ બજેટ સત્ર: લોકસભામાં વિપક્ષનો હંગામો, સ્પીકરે કહ્યું- લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 

Feb 3, 2020, 12:05 PM IST

રાજ્યસભામાં આ વર્ષે 73 સીટો થશે ખાલી, તેમ છતાં પણ BJP બહુમતથી રહેશે દૂર

વર્ષ-2020માં માત્ર યૂપીની 10 સીટો ખાલી થશે. રાજ્યમાં ભાજપની સરકાર છે, તેથી મોટા ભાગની સીટો તેના ખાતામાં જશે. અહીં સૌથી વધુ નુકસાન સમાજવાદી પાર્ટીને થશે. 
 

Jan 4, 2020, 09:53 PM IST

કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 

Dec 13, 2019, 07:17 PM IST

રાહુલ ગાંધીના 'રેપ કેપિટલ' નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું 'માફી માંગે'

સંસદમાં આજે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના તે નિવેદન પર હંગામો થઇ ગયો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતને દુનિયામાં રેપ કેપિટલ (Rape capital) તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ સાંસદો ખાસકરીને ભાજપ (BJP)ની મહિલા સાંસદોએ આ નિવેદનને લઇને રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી અને સદનમાં નારેબાજી પણ કરી.   

Dec 13, 2019, 12:44 PM IST

નાગરિકતા સંશોધન બિલ: ઈમરાનના ઝેર ઓકતા નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નકામા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

Dec 12, 2019, 05:34 PM IST

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા PM મોદીએ કહ્યું- દેશ માટે ઐતિહાસિક દિવસ 

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  લોકસભામાં  સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બિલ પાસ થતા ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 

Dec 11, 2019, 10:45 PM IST

નાગરિકતા સંશોધન બિલ કેમ જરૂરી? અમિત શાહે ગાંધીજીનો ઉલ્લેખ કરીને આપ્યો જવાબ

નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર રાજ્યસભા (Rajya Sabha) માં ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે જો દેશના ધાર્મિક આધાર પર ભાગલા ન પડત તો આ  બિલ ન લાવવું પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આખરે જે લોકોએ શરણાર્થીઓને જખમ આપ્યા છે તે લોકો જ હવે આ જખમોના હાલ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેત તો આ બિલ લાવવું પડ઼્યું નહોત. જો કે આ બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું છે. 

Dec 11, 2019, 10:31 PM IST
Discussion on civic research bill in Rajya Sabha PT9M29S

રાજ્યસભામાં નાગરિક સંશોધન બીલ પર ચર્ચા

રાજ્યસભામાં નાગરિક સંશોધન બીલ પર ચર્ચા

Dec 11, 2019, 10:25 PM IST

નાગરિકતા બિલ પાસ થતા કોંગ્રેસ કાળઝાળ, સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણ માટે કાળો દિવસ

 આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે. 

Dec 11, 2019, 09:54 PM IST

Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં.

Dec 11, 2019, 09:12 PM IST

Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર આજે રાજ્યસભામાં વિપક્ષના અનેક સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મુસલમાનોને આ બિલમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યાં તેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ બહુમતીમાં છે. આથી તેમના પર અત્યાચાર થવાની શક્યતા બહુ ઓછી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ 6 ધર્મના લોકોને સામેલ કરવા બદલ તેમની પ્રશંસા તો નથી કરતો પરંતુ તેમનું બધુ ધ્યાન મુસ્લિમો પર જ ટીકી ગયુ છે. 

Dec 11, 2019, 08:10 PM IST

રાજ્યસભામાં શિવસેના પર શાહે સાધ્યું નિશાન, કહ્યું- 'તમે રાતો રાત તમારું સ્ટેન્ડ કેમ બદલી લીધુ'

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજુ કરાયું. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ તેના પર અનેક સવાલો ઉઠાવ્યાં છે. બિલ પર વોટિંગ અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યાં. અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું ન હોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે  હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો પણ આ બિલ લાવવું ન પડ્યું હોત. 

Dec 11, 2019, 07:10 PM IST