close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાહુલ ગાંધી

Rafale Deal પર સુપ્રીમ કોર્ટની મહોર, અમિત શાહે કહ્યું-જૂઠ્ઠાણું ફેલાવનારા દેશ પાસે માફી માંગે

રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Narendra Modi Government) ને ઘેરનારાઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે ટ્વીટ કરીને કહ્યું કે જે લોકોએ રાષ્ટ્ર હિતને બાજૂ પર મૂકીને પોતાના રાજકીય ફાયદા માટે ખોટો દુષ્પ્રચાર કર્યો તેમણે સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ પ્રચાર કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જડબાતોડ જવાબ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નરેન્દ્ર મોદી સરકારની પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત હોવા પર મહોર લાગી છે. 

Nov 14, 2019, 05:51 PM IST

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 

Nov 14, 2019, 03:46 PM IST

રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે: રવિશંકર પ્રસાદ

રાફેલ ડીલ મામલે (Rafael Deal) પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઇએ. ભાજપ નેતા અને કેંદ્વીય મંત્રી રવિશંકર પ્રસાદ  (Ravi Shankar Prasad) એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેમના હાથ દેશ સાથે દગો કરવામાં રંગાયેલા છે.

Nov 14, 2019, 03:08 PM IST

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી સલાહ- 'તમે પાર્ટીમાં મોટું પદ સંભાળો છો, નિવેદન આપતી વખતે...'

રાફેલ મુદ્દે (Rafale Case) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) વિરૂદ્ધ 'ચોકીદાર ચોર છે'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિરૂદ્ધ દાખલ અવલોકન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો સંભળાવ્યો છે.

Nov 14, 2019, 12:45 PM IST
Three Most Important Verdicts In Supreme Court PT39S

સુપ્રીમ કોર્ટમાં 3 સૌથી મહત્વના ચુકાદા આપશે

સુપ્રીમ કોર્ટ દ્વારા 3 સૌથી મહત્વના ચુકાદા આપવામાં આવશે, જેમાં રાફેલની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તો 'ચોકીદાર ચોર હે' નારા અંગે રાહુલ ગાંધીની માફીનો કોર્ટે સ્વીકાર કર્યો છે. તો બીજી તરફ સબરીમાલા અંગે હવે 7 જજની બેચ સુનાવણી કરશે. હાલમાં સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશને રોક નહીં.

Nov 14, 2019, 12:25 PM IST
Gandhi family cannot get SPG protection PT2M39S

જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર

ગાંધી પરિવાર અંગેના એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી છે. સુત્રો પાસેથી આવી રહેલા સમાચાર અનુસાર ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા ઘેરો હટાવવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં એસપીજીનાં બદલે માત્ર Z+ સુરક્ષા જ આપવામાં આવશે. કોંગ્રેસે મોદી સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા તેને એક કાવત્રું ગણાવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરી રહી છે.

Nov 8, 2019, 08:00 PM IST

જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર

વર્ષોથી પોતાની જાગીર સમજીને જે SPG સુરક્ષાને ગાંધી પરિવાર વાપરતો હતો તે સુરક્ષા એજન્સીઓનાં ઇનપુટ બાદ સરકાર હટાવવાની તૈયારીમાં છે

Nov 8, 2019, 04:18 PM IST

સોનિયા ગાંધી રાહુલ ગાંધીની SPG સુરક્ષા હટાવાશે, અપાશે Z પ્લ્સ સુરક્ષા

કોંગ્રેસ (Congress) વડા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) એસપીજી (SPG) સુરક્ષા હટાવવા અંગે વિચારણા થઇ રહી છે.

Nov 8, 2019, 04:02 PM IST

યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો

યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે કાશ્મીરના પ્રવાસે છે. 

Oct 29, 2019, 09:10 AM IST

ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ ગેલમાં, રાહુલ ગાંધીને રિલોન્ચ કરવાની તૈયારી, દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત 

એવું લાગે છે કે કોંગ્રેસ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ફરીથી લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વાત એટલા માટે ચર્ચામાં છે કારણ કે પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોનીએ આવા જ કઈક સંકેત આપ્યા છે.

Oct 26, 2019, 06:18 AM IST
Rahul Gandhi Played Cricket With Children PT2M23S

રાહુલ ગાંધી બાળકો સાથે રમ્યા ક્રિકેટ

હરિયાણા વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન શુકરવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સભાઓ કરી રહ્યાં છે. મહેન્દ્રગઢમાં ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ દિલ્હી પર ફર્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીના હેલિકોપ્ટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, રેવાડીની કેએલપી કોલેજનું મેદાનમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. આ મેદાનમાં બાળકો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી આ બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યા હતા. તે જોઇને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, ત્યારેબાદ તેઓ તેમની કારમાં બેસીને દિલ્હી જવા રવાના થયા હતા.

Oct 19, 2019, 11:20 AM IST

એક સમયે આ કોંગ્રેસ MLAના રાહુલ ગાંધી સાથે લગ્નની થતી હતી અટકળો, હવે અચાનક આવ્યાં ચર્ચામાં 

રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી.

Oct 18, 2019, 08:51 AM IST

રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા: ઓવૈસી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માગણી કરી. થાણે જિલ્લાના ભિવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા માટે પહોંચેલા ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસ નામના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયાં. 

Oct 15, 2019, 09:10 AM IST

રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી: જીતુ વાઘાણી

20 ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના મામલે હાલમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર ફૂલ જોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સતલાસણામાં જિલ્લા પંચાયત બેઠકના સંમેલનમાં પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસને જુઠ્ઠાણ ફેલાવતી પાર્ટી કહી હતી. જ્યારે આ મામલે લુણાવાડાના કોંગ્રેસના કાર્યકર ભાજપમાં જોડાવા મામલે પુરાવા આપતા રાજકારણ ગરમાયુ હતું.
 

Oct 14, 2019, 12:03 AM IST

ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી

મોદી સરકાર પર વ્યંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચંદ્ર પર રોકેટ મોકલવાથી મહારાષ્ટ્ર અને દેશના યુવાનોનાં પેટમાં ભોજન નહી જાય

Oct 13, 2019, 05:20 PM IST

370 હટવાથી પાકિસ્તાન અને રાહુલ ગાંધી બે વ્યક્તિને જ દુખ થયું છે: યોગી

ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટ માટે યોજાયેલી રેલીમાં રાજ્યસભા સાંસદ ડીપી વત્સ, પૂર્વ મંત્રી સમ્પત સિંહ પણ હાજર રહ્યા હતા

Oct 12, 2019, 09:24 PM IST

મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ

પ્રસાદે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તે શું છે ? તે અમે નહી પરંતુ કોંગ્રેસનાં જ નેતાઓ શોધી રહ્યા છે

Oct 12, 2019, 06:26 PM IST
Rahul Gandhi Break Fast At Agashiya PT5M22S

હોટલ અગિશાયામાં રાહુલ ગાંધીએ કર્યો બ્રેકફાસ્ટ

રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ફૂડ (Gujarati Food) નો આસ્વાદ જરૂરથી માણે. વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પણ તેઓએ ગુજરાતના અનેક સ્થાનિક ફૂડની લિજ્જત માણી હતી. ત્યારે આજે બે કેસમાં અમદાવાદ (Ahmedabad) ની મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા તો હોટલ અગાશિયામાં ભોજન લીધું હતું, અને બાદમાં અમદાવાદની ફેમસ લકી હોટલ (Lucky Hotel) માં ચા પીધી હતી.

Oct 11, 2019, 04:50 PM IST
Rahul Gandhi Lunch At Agashiya PT15M6S

રાહુલ ગાંધી હોટલ અગાશિયામાં લેશે ભોજન

ગુજરાતના નેતાઓ સાથે બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદની પ્રતિષ્ઠિત હેરિટેજ હોટલ અગાશિયામાં ભોજન લેશે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, લાલજી દેસાઈ, હિમાંશુ વ્યાસ, લાખા ભરવાડ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, હિમતસિહ પટેલ, શૈલેષ પરમાર, હાર્દિક પટેલ વગેરેએ રાહુલ ગાંધી સાથે ભોજન લેશે.

Oct 11, 2019, 04:50 PM IST

શું રાહુલ ગાંધીને ગમે છે ગુજરાતી ફૂડ? પહેલા હોટલ અગાશિયામાં ભોજન અને બાદમાં લકી હોટલમાં ચા પીધી

રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ફૂડ (Gujarati Food) નો આસ્વાદ જરૂરથી માણે. વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પણ તેઓએ ગુજરાતના અનેક સ્થાનિક ફૂડની લિજ્જત માણી હતી. ત્યારે આજે બે કેસમાં અમદાવાદ (Ahmedabad) ની મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા તો હોટલ અગાશિયામાં ભોજન લીધું હતું, અને બાદમાં અમદાવાદની ફેમસ લકી હોટલ (Lucky Hotel) માં ચા પીધી હતી. 

Oct 11, 2019, 03:56 PM IST