કોલકાતા: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં આજે 11 રાજ્યોની 95 લોકસભા બેઠકો માટે વોટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે મતદાન ચાલુ છે. બંગાળની જલપાઈગુડી, દાર્જિલિંગ અને રાયગંજ બેઠક પર મતદાન ચાલુ છે. વોટિંગ દરમિયાન રાયગંજથી હિંસાના અહેવાલો આવી રહ્યાં છે. રાયગંજના ચોપરા બૂથ સંખ્યા 159 પર હોબાળો મચ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ મહિલાઓને મતદાન કરતા  રોકી. ત્યારબાદથી ભડકેલા લોકોએ હાઈવે જામ કર્યો છે. પોલીસે હાઈવે ખુલ્લો કરવા માટે ભીડ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા પણ છોડ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE લોકસભા ચૂંટણી 2019: કનિમોઝી, કુમારસ્વામી અને સ્ટાલિને કર્યું મતદાન, ત્રિપુરામાં એક પણ મત ન પડ્યો


PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર અધિકારીને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ, જાણો કેમ ન થાય તપાસ?


આ બાજુ રાયગંજથી વર્તમાન સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમના કાફલા ઉપર હુમલાના અહેવાલો પણ છે. સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર હુમલો ઉત્તર દીનાઝપુર જિલ્લાના ઈસ્લામપુર ખાતે થયો છે. સીપીએમ નેતા સલીમે આરોપ લગાવ્યો કે તેમની કાર પર  હુમલો ટીએમસીના કાર્યકર્તાઓએ કર્યો. રાયગંજ લોકસભા બેઠકથી ટીએમસીના કનૈયાલાલ અગ્રવાલ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસે આ સીટ પરથી દીપાદાસ મુન્શી અને ભાજપે દેબશ્રી ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...