PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર અધિકારીને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ, જાણો કેમ ન થાય તપાસ?

સંબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત રીતે તપાસ કરવા બદલ ચૂંટણી પંચે ઓડિશાના જનરલ પર્યવેક્ષકને બુધવારે સસ્પેન્ડ કરી દીધા

PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર અધિકારીને ચૂંટણી પંચે કર્યા સસ્પેન્ડ, જાણો કેમ ન થાય તપાસ?

ભુવનેશ્વર: સંબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત રીતે તપાસ કરવા બદલ ચૂંટણી પંચે ઓડિશાના જનરલ પર્યવેક્ષકને બુધવારે સસ્પેન્ડ કરી દીધા. પંચ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, કર્ણાટક કેડરના 1996 બેચના આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા સંલગ્ન ચૂંટણી પંચના નિર્દેશનું પાલન કર્યું નહીં. 

ઘટનાના એક દિવસ બાદ લીધું એક્શન
જિલ્લા કલેક્ટર અને ડીજીપીના રિપોર્ટના આધારે પંચે સંબલપુરના જનરલ પર્યવેક્ષકને ઘટનાના એક દિવસ બાદ સસ્પેન્ડ કરી દીધા. આ ઘટના મંગળવારે 16 એપ્રિલના રોજ ઘટી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સંબલપુરમાં વડાપ્રધાનના હેલિકોપ્ટરની તપાસ એ ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ નહતું. એપ્રિલ 2014માં બહાર પાડેલા નિર્દેશો મુજબ એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકોને આવી તપાસમાંથી છૂટ મળેલી હોય છે. 

બે દિવસમાં માંગ્યો રિપોર્ટ
મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે ધર્મેન્દ્ર શર્માને સંબલપુર મોકલ્યા છે. તેમને આ મામલે વિસ્તૃત તપાસ કરીને બે દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે. 

જુઓ LIVE TV

પટનાયક અને ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટરોની પણ તપાસ
ચૂંટણી પંચની મોબાઈલ સ્ક્વોડે મંગળવારે રાઉરકેલામાં બીજેડી અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન  પટનાયકના હેલિકોપ્ટરની પણ અંદર જઈને તપાસ કરી હતી. પાર્ટી સૂત્રોએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પટનાયકે ટીમને પૂર્ણ સહયોગ આપ્યો અને જ્યાં સુધી પ્રક્રિયા સમાપ્ત ન થઈ ત્યાં સુધી તેઓ હેલિકોપ્ટરમાં જ બેસી રહ્યાં. તેમણે રાઉરકેલામાં એક રોડ શો આયોજિત કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટરની પણ મોબાઈલ સ્ક્વોડે મંગળવારે તપાસ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news