Viral Video: તમારા બાળકોને સાચવો...આ વીડિયો જોઈને તમારા રૂવાડાં ઊભા થઈ જશે
ઉત્તરપ્રદેશના અલીગઢથી એક એવો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે કે જોઈને રૂવાડાં ઊભા થઈ જશે.
અલીગઢ: ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના અલીગઢથી એક એવો ચોંકાવનારો વીડિયો વાયરલ (Viral Video) થયો છે કે જોઈને રૂવાડાં ઊભા થઈ જશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રખડતા કૂતરા એક માસૂમ બાળકીની ઉપર તૂટી પડ્યા છે. જો ટાંકણે બે મહિલાઓ ત્યાં ન પહોંચત તો બાળકીની શું હાલત થઈ હોત તે વિચારીને પણ હાજા ગગડી જાત.
આ મામલો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એએમયુ કેમ્પસની મેડિકલ કોલોની પાસેનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સોશિયલ મીડિયા પર આ વીડિયો ઈતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો.અલી નદીમ રિઝવીએ અપલોડ કર્યો છે. વાયરલ વીડિયોમાં એક બાળકી ભાગતી જોવા મળી રહી છે અને તેની પાછળ ત્રણ કૂતરા દોડી રહ્યા છે. ભાગતી વખતે બાળકી જમીન પર પડી જાય છે અને કૂતરા તેના પર તૂટી પડે છે. બાળકી બૂમો પાડીને મદદ માટે ગુહાર લગાવી રહી છે. ત્યારે એક મહિલા ચાદર લહેરાવતી મદદે દોડી આવે છે અને તેની સાથે બીજી મહિલા પણ જોવા મળે છે. મહિલાઓને જોઈને કૂતરા ત્યાંથી ભાગી જાય છે.
Corona: મોદી સરકારની નીતિઓ પર ઓળઘોળ થઈ ગયું વિદેશી મીડિયા, આ મુદ્દે કરી ખુબ પ્રશંસા
જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube