Corona: મોદી સરકારની નીતિઓ પર ઓળઘોળ થઈ ગયું વિદેશી મીડિયા, આ મુદ્દે કરી ખુબ પ્રશંસા

Corona: મોદી સરકારની નીતિઓ પર ઓળઘોળ થઈ ગયું વિદેશી મીડિયા, આ મુદ્દે કરી ખુબ પ્રશંસા

 

વોશિંગ્ટન: મોદી સરકારે જે પ્રકારે કોરોનાને કંટ્રોલ કર્યો છે તેને  લઈને અમેરિકી મીડિયા આફરીન પોકારી ગયું છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' એ ભારતમાં ઝડપથી અપાયેલા કોરોના રસીના 100 ડોઝ સહિત મહામારીના વધતા પ્રભાવને નિયંત્રિત કરવા બદલ મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરી છે. જો કે મીડિયા હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં દૈનિક રસીકરણમાં નોંધાયેલા ઘટાડા પર ચિંતા પણ વ્યક્ત કરી છે. 

ભારતીય નેતાઓની કરી પ્રશંસા
ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે ભારતમાં કોરોના મહામારીનું સંકટ હવે ખતમ થતું જોવા મળી રહ્યું છે. અહીં 7 મહિના અગાઉ સુધી એક દિવસમાં હજારો લોકોના મોત થઈ રહ્યા હતા. જે ઘટીને પ્રતિદિન 500થી નીચે આવી ગયા છે. જે નિશ્ચિત રીતે સરકારી પ્રયત્નોની સફળતા દર્શાવે છે. અખબારે રસીકરણ નીતિઓમાં સુધાર કરવા બદલ ભારતીય નેતાઓના પણ વખાણ કર્યા છે. 

રાજકીય ફાયદો મળશે
NYT એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મોદી સરકારે 100 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂરો કર્યો. સરકાર આ સફળતાને જનતા સમક્ષ સાબિત કરવામાં સફળ રહી છે. મોદી સરકારને  ભવિષ્યમાં તેનો રાજકીય ફાયદો મળી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે દુનિયાના સૌથી મોટા રસી નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરીમાં  ભારત માટે કોવિશીલ્ડના 10 કરોડ ડોઝ  અલગ રાખ્યા હતા પરંતુ સરકારે તે મહિને ફક્ત 1.1 કરોડ ડોઝ જ ખરીદ્યા. 

આ મુદ્દે કરી પ્રશંસા
અમેરિકી અખબારે મોદી સરકારના વખાણ કરતા આગળ લખ્યું છે કે ભારતે 100 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂરો કર્યો. જે બિલકુલ અશક્ય લાગતો હતો. કોરોના વાયરસના કારણે માર્ચ 2020થી શાળાઓ બંધ થઈ ગઈ હતી જે હવે ખુલી રહી છે. તેનાથી જાણવા મળે છે કે હાલાત સામાન્ય થઈ રહ્યા છે. NYT એ કહ્યું કે મોદી સરકારની ઘરે ઘરે રસીકરણ કરવાની યોજના છે જેનાથી ફાયદો મળશે. થોડા સમય પહેલા સુધી દૈનિક સંક્રમણ 42,000 હતું જે હવે લગભગ 12,000ની આસપાસ છે. 

આ અંગે ચિંતા વ્યક્ત કરી
ન્યૂયોર્ક ટાઈમ્સે ચિંતા જતાવતા કહ્યું કે ભારતમાં રસીકરણ ધીમું થઈ ગયું છે. ફેસ્ટિવ સીઝનના કારણે બજારોમાં ભીડ જામી છે. જે ખતરનાક બની શકે છે. અનેક રાજ્યોમાં રસીકરણ કેમ્પ બંધ કરી દેવાયા છે અને સહયોગ કરનારા કાર્યકરોને કહેવાયું છે કે હવે તેની જરૂર નથી. સંક્રમણ ઓછું થતા લોકો બેદરકાર બની ગયા છે. જાહેરસ્થળો પર માસ્ક વગર ઘૂમી રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news