નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફથી આવી રહેલા ભડકાઉ અને બિનજવાબદારી પુર્ણ નિવેદનોની નિંદા કરતા તેને ભારતના આંતરિક મુદ્દે ટિપ્પણી નહી કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો ઇરાદો વાતાવરણ ખરાબ કરવાનો છે. તે મનઘડંત અને તથ્ય વિહિવ વાતો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી વિશ્વને લાગે કે સ્થિતી ખુબ જ નાજુક છે. તેમણે પાકિસ્તાન પર ભારતમાં હિંસા ભડકાવવા માટે જિહાદનું આહ્વાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડુત યુવકની કોઠાસુઝ: ગમે તેવા હવામાનમાં ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાની નેતૃત્વની સ્પીડથી ભારતના આંતરિક મુદ્દાઓ અંગે બિનજવાબદારીપુર્ણ નિવેદનો આપી રહ્યા છે, જેની અમે ટીકા કરીએ છીએ. ભારતમાં હિંસા ભડકાવવાનાં પ્રયાસ અને જેહાદનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. તથ્ય વિહિન વાતો કરવામાં આવી રહી છે. પાકિસ્તાને સમજવું પડશે કે વિશ્વ તેની ચાલ સમજી ચુક્યું છે. તેના મનઘડંત દાવાઓ સાંભળનાર કોઇ નથી. તે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભારત અને પાકિસ્તા વચ્ચે સ્થિતી નાજુક છે.


Air India નો મહત્વનો નિર્ણય, 2 ઓક્ટોબરથી તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
જમ્મુ કાશ્મીર: પુંછના મેઢર સેક્ટરમાં પાક.નો મોર્ટાર મારો, ભારતનો વળતો જવાબ
આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ટીકા કરતા વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, તમામ લોકો જાણે છે કે પાડોશી દેશ આતંકવાદનો સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરતું આવે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને એક સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરે છે. અમે તેને પોતાની ચિંતાઓથી અવગત કરાવે છે. પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અમે ઇચ્છીએ છી કે પાકિસ્તાન ત્યાં જે પણ આતંકવાદી સંગઠન છે તેમના પર પ્રભાવી કાર્યવાહી કરે. એવી કાર્યવાહી કરો કે તેઓ ફરી ક્રોસબોર્ડર ટેરેરિઝમ ફેલાવવાનો પ્રયાસ ન કરે.


જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર
પાકિસ્તાન દ્વારા ભારત આવવા-જવા વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરવા અંગે રિપોર્ટ અંગે કુમારે કહ્યું કે, ઇસ્લામાબાદ દ્વારા એરસ્પેસ બંધ કરવા મુદ્દે કોઇ અધિકારીક માહિતી કે નિવેદન બહાર પાડ્યું નથી. કુલભૂષણ જાધવ કેસ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે રાજદ્વારીક ચેનલ દ્વારા સંપર્કમાં છીએ. અમને ઇંતજાર છે કે પાકિસ્તાન તે અંગે શું પગલા ઉઠાવે છે. અને બિનશરતી કાઉન્સેલર એક્સેસની માંગ કરી છે.