જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર
નવા સિમાંકન બાદ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લેહ બાદ થઇ જશે ઉપરાંત જમ્મુમાં સીટો વધવાની શક્યતા
Trending Photos
નવી દિલ્હી : કલમ 370 અને 35 એ હટ્યા બાદ સમગ્ર દેશની નજર જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. જો કે ચૂંટણી પંચના સુત્રો અનુસાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2021માં જ શક્ય છે. કારણ છે જમ્મુ કાશ્મીરમાં થનારુ નવુ સિમાંકન. પંચના સુત્રો અનુસાર ગૃહમંત્રાલય પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ અને સિમાંકન પંચને મંજુરી મળવામાં ઓછામાં ઓછો 10થી 15 મહિનાનો સમય લાગે છે. સુત્રોના અનુસાર આ પ્રક્રિયા 31 ઓક્ટોબર બાદથી જ ચાલુ થશે. પરંતુ ચૂંટણી પંચે સિમાંકન માટેનું કાગળ પરની સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે.
અયોધ્યા કેસ LIVE: બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'
ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીરમાં સિમાંકન માટે 2000-2001ના ઉતરાખંડમાં કરવામાં આવેલા સિમાંકનને આધાર બનાવશે. આશરે 10 તબક્કામાં સિમાંકનની સમગ્ર પ્રક્રિયા પુર્ણ થશે. જમ્મુ કાશ્મીરમાં આ અગાઉ 1995માં સિમાંકન થયું હતું. જેના અનુસાર ત્યાં વિધાનસભાની કુલ 111 સીટો હતો. હવે લદ્દાખ અલગ યુનિયન ટેરીટરી બન્યા બાદ 4 સીટો ઘટી જશે. એટલે કે હવે જમ્મુ કાશ્મીર 107 સીટો રહેશે. ચૂંટણી પંચના સુત્રો અનુસાર સિમાંકન બાદ જમ્મુ કાશ્મીરમાં 7 સીટો વધી જશે. ત્યાર બાદ જમ્મુ કાશ્મીરમાં કુલ 114 વિધાનસભા સીટો થઇ જશે. જેમાંથી 24 વિધાનસભાની સીટ POK માટે અનામત રહે છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી 90 સીટો પર થશે.
'ચિદમ્બરમને જામીન મળશે તો વિનાશકારી પરિણામ આવશે, માલ્યા-ચોક્સી કેસો પર પડશે અસર'
લેહમાં રાજનાથ સિંહ ગરજ્યા, કહ્યું-'કાશ્મીર પાકિસ્તાનનું હતું જ ક્યાં, ગિલગિટ-PoK પણ અમારા'
ગત વિધાનસભાનું પરિણામ
જો હવે જમ્મુ કાશ્મીરની ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો તમને ખબર પડશે કે આખરે આ સિમાંકનનું મહત્વ શું છે. ગત્ત વિધાનસભા ચૂંટણી (2014)માં જમ્મુ ક્ષેત્રની 37 વિધાનસભા સીટોમાંથી ભાજપ 25 પર જીત્યું હતું. 5 કોંગ્રેસ અને કાશ્મીર ખીણની બે મોટી પાર્ટી એટલે કે મહેબુબા મુફ્તીની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને 3-3 સીટો મળી હતી. એક સીટ અપક્ષ ઉમેદવારનાં નામે ગઇ હતી.
'દીદી સામે વર્દી નતમસ્તક': IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ
બીજી તરફ કાશ્મીર ખીણની 46 વિધાનસક્ષા સીટોમાંથી પીડીપી 28 અને નેશનલ કોન્ફરન્સ 15 પર જીત પ્રાપ્ત કરી હતી અને કોંગ્રેસ 12 સીટો પર જીત્યું હતું. નવા સિમાંકન બાદ જમ્મુમાં 7 સીટો વધી જશે. એટલે કે જમ્મુમાં 37થી વધીને 44 સીટો થઇ જશે. જ્યારે લદ્દાખ અલગ યુનિયન ટેરેટરી બન્યા બાદ કાશ્મીર વિધાનસભાની સીટો 46 માંથી ઘટીને 42 થઇ જશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે નવા સિમાંકન બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થશે તો જમ્મુ કબ્જે કરનાર પાર્ટી પોતાનાં દમ પર જ સરકાર બનાવી શકશે. તેને કાશ્મીરની સીટોની જરૂર નહી રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે