Air India નો મહત્વનો નિર્ણય, 2 ઓક્ટોબરથી તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનાં ઇરાદાથી એર ઇન્ડિયાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની લોહાણીએ ગુરૂવારે જણાવ્યું કે, 2 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત કરવા જઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં એર એક્સપ્રેસ અને તેની તમામ સહયોગી ફ્લાઇટમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત કરાશે. બીજા તબક્કામાં એર ઇન્ડિયાની બાકી તમામ ફ્લાઇટ્સમાં પ્રતિબંધ લાગુ કરી દેવાશે.
Air India નો મહત્વનો નિર્ણય, 2 ઓક્ટોબરથી તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

નવી દિલ્હી : દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનાં ઇરાદાથી એર ઇન્ડિયાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની લોહાણીએ ગુરૂવારે જણાવ્યું કે, 2 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત કરવા જઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં એર એક્સપ્રેસ અને તેની તમામ સહયોગી ફ્લાઇટમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત કરાશે. બીજા તબક્કામાં એર ઇન્ડિયાની બાકી તમામ ફ્લાઇટ્સમાં પ્રતિબંધ લાગુ કરી દેવાશે.

જમ્મુ કાશ્મીર: પુંછના મેઢર સેક્ટરમાં પાક.નો મોર્ટાર મારો, ભારતનો વળતો જવાબ
વડાપ્રધાન મોદીનાં પ્લાસ્ટિકનાં ઉપયોગ સામેના જનઆંદોલન બાદ એર ઇન્ડિયા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. એર ઇન્ડિયા દ્વારા તે અંગે અધિકારીક સર્કુલર પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 2 ઓક્ટોબરથી વિમાનમાં પ્લાસ્ટીકની વસ્તુઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે. જેના હેઠળ યાત્રીઓને વિમાનમાં અપાતા પ્લાસ્ટીકનાં ગ્લાસ અને ચમચી બંધ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં જણાવ્યું હતું કે, દેશરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવા જઇ રહ્યો છે ત્યારે આપણે પ્લાસ્ટિકની વિરુદ્ધ નવા જન આંદોલનનો આરંભ કરીશું. 

અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'
શું આવશે પરિવર્તન?
- પ્લાસ્ટિકના પાઉચમાં આપવામાં આવતી કેળાની વેફર અને સેન્ડવિચને હવે બટર પેપર પાઉચમાં અપાશે. 
- કેક સ્લાઇસને હવે સ્નેક્સ બોક્સનાં બદલે મફિનમાં રેપ કરીને આપવામાં આવશે. 
- યાત્રીઓ દ્વારા ઓર્ડર કરવામાં આવતા સ્પેશ્યલ મીલને ઇકો ફ્રેંડલી વુડન કટલરીમાં સર્વ કરવામાં વશે. 
- પ્લાસ્ટિકનાં ગ્લાસના બદલે પાણી માટે પેપરના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે. 
- ક્રુ મિલ માટે અપાતી પ્લાસ્ટિક કટલરીનાં બદલે લાઇટ વેટ સ્ટીલ કટલરીનો ઉપયોગ કરવામાં આવશે. 
- પ્લાસ્ટિકનાં ચાના કપનાં બદલે પેપર કપમાં ચા સર્વ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news