આ રાજ્યમાં આજે વરસાદ લઇને એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજો બંધ, હવામાન વિભાગે જાહેર કરી ચેતાવણી
Weather Updates 12 November: હવામાન વિભાગ (IMD) એ આજે રા રાજ્યમાં મૂસળાધાર વરસાદની ચેતાવણી જાહેર કરતાં એલર્ટ (IMD Alert for Rain) જાહેર કર્યું છે. જ્યારે બીજી તરફ પહાડો પર હિમવર્ષાથી હવામાનમાં ઠંડક વધી ગઇ છે.
Weather Forecast Today Update: દેશના કેટલાક રાજ્યોમાં એવું લાગે છે કે વરસાદનો દૌર ફરી એકવાર પરત ફરી આવ્યો છે. હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આજે તમિલનાડુમાં મૂસળાધાર વરસાદ (Heavy Rainfall) ની સંભાવના વ્યક્ત કરતાં એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પહાડો પર હિમવર્ષા (Snowfall) શરૂ થઇ ગઇ છે, જેના લીધે ઉંચાઇવાળા વિસ્તારોમાં પારો ગગડવા લાગ્યો છે. પહાડો પર હિમવર્ષાના લીધે દિલ્હીના હવામાન (Delhi Weather) માં સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
સ્કૂલ થઇ બંધ
દક્ષિણ ભારત (South India) ના આ મોટા રાજ્ય તમિલનાડુ (Tamil Nadu) માં આજે પુરા રાજ્યમાં ભારે વરસાદ ખૂબ જ ભારે વરસાદ પડવાની ચેતાવણી હોવાથી રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાએ રાજધાની ચેન્નઇ (Chennai) સહિત સમગ્ર રાજ્યની સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દીધી છે. તો બીજી તરફ તમિલનાડુ ઉપરાંત પોંડેચેરી, કરાઇકલ, રાયલસીમા, આંધ્ર પ્રદેશના દક્ષિણી તટીય વિસ્તારો, કેરલ અને માહેમાં 12 થી 13 નવેમ્બર વચ્ચે ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે.
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube