નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) મતદાનનો અંતિમ તબક્કો આજે સમાપ્ત થયો. 2 મેના રોજ પશ્ચિમ બંગાળ સહિત આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં મતની ગણતરી કરવામાં આવશે. આ 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોની સરકાર બનશે? અમે તમને 5 રાજ્યોના પરિણામોનો મહા EXIT POLL જણાવી રહ્યા છીએ. બંગાળના લોકો કોને રામ-રામ કહેશે? બંગાળમાં પીએમ મોદીની લહેર જોવા મળશે કે પછી 'દીદી' ફરી એક વાર બાજી મારી જશે. જાણો શું કહે છે Zee News નો મહા Exit Poll- 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળ (194 બેઠક)


Exit Poll BJP TMC Cong Others
આજ તક-Axis 115 158 19 00
ઇન્ડિયા TV 183 76 09 00
Republic-CNX 143 133 16 00
TV9 130 147 21 00
Maha Exit Poll 143 129 17 00

આ પણ વાંચો:- કોરોના વાયરસના કારણે વધ્યો મોતનો આંકડો, શું હવામાં દેખાતો આ ધુમાડો ચિતાઓનો છે?


Republic-CNX નું માનીએ તો પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર છે. બંગાળમાં ભાજપને 138 થી 148 બેઠકો મળી રહી છે જ્યારે ટીમએએસીને 126 થી 136 બેઠકો મળવાનો અંદાજ છે. તે જ સમયે, કોંગ્રેસને ફક્ત 6 થી 9 બેઠકો મળશે, જ્યારે અન્ય 1 થી 3 બેઠકો પર જશે. પરંતુ જો ABP-C Voter નું માનીએ તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની TMC ફરીથી બઢત બનાવી રહી છે.


આ પણ વાંચો:- ભારત બાયોટેકએ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ


તમને જણાવી દઈએ કે વર્ષ 2016 માં પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ 294 બેઠકોમાંથી 211 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 76 બેઠકો મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ માત્ર 3 બેઠકો જીતી હતી. આ સિવાય 4 બેઠકો પર અન્ય લોકોએ જીત મેળવી હતી. પરંતુ આ વર્ષે ચિત્રો અલગ છે. ચૂંટણી પ્રચારમાં મોદી લહેર સ્પષ્ટ દેખાઈ હતી. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં હોય કે ભાજપ આ વખતે બંગાળમાં સખત લડત આપવાની સ્થિતિમાં છે.


આ પણ વાંચો:- પીએમ મોદીએ બોલાવી મંત્રીમંડળની બેઠક, કોરોના અંગે લઈ શકે છે મોટો નિર્ણય


અસમ (126 બેઠકો)


Exit Poll BJP+ Cong+ Others
આજ તક-Axis 80 45 2
ન્યૂઝ 24 Chanakya 70 56 0
abp-C Voter 54 59 3
Republic CNX 79 54 2
Maha Exit Poll 73 51 2

આ પણ વાંચો:- ઉનાળો આવતા જ પાણીની પળોજણ, આટલું કરશો તો ક્યારેય નહીં થાય પાણીની તંગી


ઈન્ડિયાટુડ એક્સિસના એક્ઝિટ પોલ મુજબ BJP આસામમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. 2016 ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો આસામમાં 126 બેઠકો છે અને અહીં ગત ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ 86 બેઠકો જીતી હતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએએ 26 બેઠકો મેળવી હતી. એઆઈયુડીએફ 13 બેઠકો જીતી હતી.


તમિલનાડુ (234 બેઠકો)


Exit Poll AIADMK+ DMK+ Others
આજ તક-Axis 46 185 3
abp-C voter 57 175 2
ન્યૂઝ 24 Chanakya 64 166 4
Republic CNX 63 165 6
Maha Exit Poll 57 173 4

કેરળ (140 બેઠકો)


Exit Poll LDF UDF Others
આજ તક-Axis 112 28 0
abp C-Voter 74 65 2
ન્યૂઝ 24- Chanakya 102 35 3
Republic-CNX 76 61 3
Maha Exit Poll 91  47 2

પુડ્ડુચેરી (30 બેઠકો)


Exit Poll Cong+ BJP+ Others
આજ તક-Axis 00 00 00
abp C-Voter 00 00 00
ન્યૂઝ 24- Chanakya 00 00 00
Republic-CNX 11-13 16-20 0-0
Maha Exit Poll 00 00 00

TMC એ કર્યો જીતનો દાવો
ટીએમસીના પ્રવક્તાએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકો ફરીથી તેમની દીદી પર વિશ્વાસ કરી રહ્યા છે. બહારના લોકો ભાજપને રાજ્ય પર કબજો કરવાની તક નહીં આપે. તેમણે કહ્યું કે ભાજપે ન તો મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યો કે ન કોઈ પ્રકારનું કામ કર્યું. લોકો દીદીના કામથી ખુશ છે અને જાણે છે કે તે બંગાળના વિકાસને પૂર્ણ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube