PM મોદીના Catch The Rain અભિયાનથી કેવી રીતે દૂર થશે પાણીની તંગી? જાણો વરસાદી પાણીના સંગ્રહની સૌથી સરળ રીત

ઉનાળો આવે એટલે પીવાનું હોય કે સિંચાઈનું પાણીની કિલ્લત શરૂ થઈ જાય છે.કાળજાળ ગરમીમાં પાણી માટે રજળપાટ કરવો પડતો હોય છે.પરંતુ જો તમે વરસાદનું પાણી સંગ્રહ કરશો તો પાણી માટે રજળપાટ નહીં કરવો પડે. 

PM મોદીના Catch The Rain અભિયાનથી કેવી રીતે દૂર થશે પાણીની તંગી? જાણો વરસાદી પાણીના સંગ્રહની સૌથી સરળ રીત

નરેશ ધારાણી, અમદાવાદઃ દુનિયાભરમાં પાણી માટેનો સૌથી મોટો સ્ત્રોત છે વરસાદ.પરંતુ ચોમાસમાં અતિવૃષ્ટિ થયા બાદ ઉનાળે તો પાણીની સમસ્યા સર્જાતી હોય છે.જેનું મુખ્ય કારણ છે કે વરસાદી પાણીનો સંગ્રહ ન થવો.વરસાદનું પાણી નદીઓના માધ્યમથી દરિયામાં વહી જાય છે.જેથી પીવાના પાણીમાં ઉનાળો આવતા જ પોકાર ઉઠે છે. 

આમ તો સંગ્રહખોરી સારી નથી ગણાતી, પરંતુ વરસાદના પાણીનો સંગ્રહ કરવો તે તમારા માટે ખુબ જ ફાયદા કારણ થઈ શકે છે.એટલે તો હવે પ્રધાનમંત્રી મોદી પણ કેચ જ ધ રેન અભિયાન માટે અપીલ કરી છે.જેમાં ખુદ પ્રધાનમંત્રી મોદી વરસાદના પાણીનો સંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે. દેશ પોતાના ઇતિહાસના સૌથી મોટા જળ સંકટના કાળચક્રમાંથી પસાર થઇ રહ્યો છે. એનાથી બચવાનો એક માત્ર ઉપાય છે વરસાદના પાણીનું સંરક્ષણ કરવું. આવો જાણીએ અમુક એવા સરળ ઉપાય વિષે જેની મદદથી તમે સરળતાથી પોતાના ઘરમાં પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ કરી શકો છો.

No description available.

રેઈન બેરલ (Rain Barrel)
રેઈન બેરલની પદ્ધતિ વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો સૌથી સરળ ઉપાય છે.જેમાં તમારે ધાબા પરથી આવતા પાઈપને એક બેરલ(ડ્રમ) સાથે જોડી દેવાની રહેશે.જેથી વરસાદ થશે ત્યારે ધાબાનું પાણી બેરલમાં ભેગું થશે.જેને તમે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકશે.

રેઈનવોટર સીરીંજ સિસ્ટમ (Rainwater Syringe System)
આ ટેક્નિકની શોધ કેરલના કે.જે. અંતોજી(KJ Antoji) એ કરી હતી. આની મદદથી તમે જમીનમાં બોરવેલ જેવો ઊંડો ખાડો બનાવીને એમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકો છો. પછી જરૂર પડ્યે મોટરની મદદથી એને બહાર ખેંચી ઉપયોગમાં લઇ શકો છો.

અપસાયકલેડ બોટલ રેઈન ચેઈન (Upcycled Bottle Rain Chain)  
બોટલ રેઈન ચેઈનમાં તમારે PVCના પાઈપનો ઉપયોગ નથી કરવાનો.વરસાદના પાણીને બચાવવા માટે તમારે બસ અમુક કાચની બોટલ, એક ચેઈન અને એક ડ્રમની જરૂર પડશે.આ પદ્ધતિ દેખાવમાં પણ ઘણી સુંદર લાગે છે.એમાં બોટલોને વચ્ચેથી તોડી એની ધારને ઘસીને કોઈને વાગે નહિ એવી કરી દેવાની છે. પછી એમાંથી એક ચેઈન પસાર કરીને બોટલના મોં નીચેની તરફ રહે એ રીતે લટકાવી દેવાનું છે.જેથી પાણી બોટલમાંથી પસાર થઈ સીધું ડ્રમમાં સંગ્રહ થશે. 

સ્પ્લેસ બ્લોક (Splash Block) 
મુખ્ય રીતે પ્લાસ્ટિક અથવા કોન્ક્રીટનું બનેલ સ્પ્લેસ બ્લોકને ધાબા પરથી આવતા પાઈપની નીચે લગાવવામાં આવે છે.જેથી ચોમાસામાં ધાબા પરથી આવતા પાણીના પ્રેશરને ઓછું કરીને સંગ્રહ કરી શકાય છે.પાણીનું પ્રસેર ઘટવાથી જમીનમાં ખાડો થવાથી બચાવી શકાશે. આ પદ્ધતિથી જમીનનું ધોવાણ અટકાવી પાણીનો સંગ્રહ કરવામાં સરળતા રહે છે.

No description available.

રેઇન સોસર (Rain Saucer) 
ઉંધી છત્રી જેવા દેખાતા આ ડિવાઈઝને તમે પોતાના ઘરે જ બનાવી શકો છો. એના માટે તમારે એક ડ્રમ અને બે પહોળા પ્લાસ્ટિક કન્ટેઈનર્સની જરૂર પડે છે. એની મદદથી તમે આકાશમાંથી આવતા વરસાદના પાણીને સીધું જ સ્ટોર કરી શકો છો.

No description available.

રેઈન વોટર રિસર્વોઇર (Rain Water Reservoir) 
આ રીતમાં ધાબા પરથી આવતા વરસાદના પાણીને એક ટેંકમાં ભેગું કરવામાં આવે છે. ત્યારબાદ એને ગાળીને ભૂગર્ભ ટેંકમાં સંગ્રહ કરવા માટે મોકલી દેવામાં આવે છે.

રેઇન ગાર્ડન (Rain Garden)  
આ રીતની મદદથી તમે પાણીને ફિલ્ટર કરીને જમીનમાં ઉતારી શકો છો.જમીન પાણી ઉતારવાની પદ્ધતિમાં જમીન પર વાવેલા વૃક્ષોને પણ પુરતુ પાણી મળી રહેશે.જેના માટે તમારે પોતાના ઘરના ધાબા પરથી આવતા પાણીનો ગાર્ડનમાં અમુક અંતર પર સંગ્રહ કરવાનો રહેશે.

Image preview

રિચાર્જ પીટ (Recharge Pit) 
આ પદ્ધતિથી તળિયે ગયેલા ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવી શકાય છે.આમા મુખ્યત્વે 1 મીટર પહોળો અને લગભગ 6 મીટર ઊંડો ખાડો હોય છે.જેમાં વચ્ચે વચ્ચે ઘણા કાણા હોય છે.આ કાણાંથી અલગ અલગ લેવલ પર ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. દેશમાં હવે ધીરે ધીરે જળસ્ત ઉંડા જઈ રહ્યા છે.ત્યારે પ્રધાનમંત્રીએ પણ રેઈન ધ કેચ અભિયાન પર ભાર મુક્યો છે.તો આવો સંકલ્પ કરીએ કે ચોમાસામાં હવે વરસાદનું પાણી એમ જ નહીં વહેવા દઈએ.આ પાણીનો સંગ્રહ કરીને આપણી અને આપણ પર્યાવરણની જાળવણી કરીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news