કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ  (West Bengal)ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરવા તૈયાર ભાજપે ચૂંટણીને લઈને ન માત્ર માસ્ટર પ્લાન બનાવી લીધો છે, પરંતુ તેની જવાબદારીઓ પર સંબંધિત નેતાઓને સોંપી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને માત આપવા માટે ભાજપે રાજ્યના દરેક મતદાતા સુધી પહોંચવાથી લઈને દિલમાં જગ્યા બનાવવા સુધી માઇક્રો લેવલ પર રણનીતિ બનાવી છે. તે માટે રાજ્યને પાંચ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને રાજ્યના નેતાઓને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નેતાઓને મળી જવાબદારી રાજ્યના કુલ જિલ્લાને પાંચ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર છે- ઉત્તર બંગાળ, નવાદીપ કોલકત્તા, મેદનીપુર અને રારબંગા. તેમાં સૌથી વધુ જિલ્લાની જવાબદારી ઉત્તર બંગાળ ક્ષેત્રના પર્યવેક્ષક સયંતન બસુની છે. તો નવાદ્વીપ ક્ષેત્રની જવાબદારી બિસ્વાપ્રિયો રોય ચૌધરી, કોલકત્તા ઝોનની સંજય સિંહ, મેદનીપુરની જ્યોતિર્મય સિંહ મહતો અને રારબંગાની જવાબદારી રાજૂ બેનર્જીને સોંપી છે.


આ પણ વાંચોઃ Coronavirus: મહામારીને લઇને વધુ એક ખરાબ સમાચાર, હજુ 10 વર્ષ સુધી મળશે નહી છુટકારો


'સ્પેશિયલ ટીમ 7' પણ મેદાનમાં
5  ક્ષેત્રોના પર્યવેક્ષક નિયુક્ત કરવા સિવાય ભાજપ હાઈકમાને પશ્ચિમ બંગાળમાં એક સ્પેશિયલ ટીમ 7 બનાવી છે. તેમાં 7 કેન્દ્રીય નેતા- સંજય બાલિયાન, ગરેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવિયા, કેશવ મૌર્ય, પ્રધાન સિંહ પટેલ અને નરોત્તમ મિશ્રા છે. આ નેતાઓમાંથી દરેકને 9 લોકસભા સીટોનો પ્રભાર આપવામાં આવ્યો છે. આ રીતે પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા સીટો પર આ નેતા સીધી નજર રાખશે. 


દરરોજ મતદાતાઓના ઘરે કરશે ભોજન
મતદાતાઓ સાથે કઈ રીતે જોડાવું તેના પણ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી માસ્ટર પ્લાન હેઠળ નેતા દરરોજ બપોરનું ભોજન સ્થાનીક મતદાતાની ઘરે કરશે. આ દરમિયાન તેના પરિવારની સાથે સ્થાનિક મુદ્દા પર વાતચીત કરવાનું કહેવામાં આવ્યું છે. આમ પણ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ પોતાની તમામ બંગાળ યાત્રા દરમિયાન સ્થાનીક લોકોના ઘરે બપોરનું ભોજન કરે છે. 


આ પણ વાંચોઃ Bye Bye 2020: એ પાંચ ચહેરા જે વર્ષ 2020માં લઈને આવ્યા રાજકારણમાં સનસની


અનુસૂચિત જાતિ, કિસાન અને મજૂર પર નજર
રાજ્યમાં પોતાની વોટબેંક મજબૂત કરવા માટે અનુસૂચિત જાતિ, કિસાન, મજૂરો, આદિવાસીઓને મળવા, તેની અપેક્ષાઓ અને પડકાર સમજવાનું કહેવામાં આવ્યું છે. આ કારણ છે કે નડ્ડા અને શાહ પોતાની યાત્રામાં આ તબક્કાના લોકોના ઘરે પહોંચ્યા હતા. તેના દ્વારા એસસી, એસટી અને ઓબીસી વોટબેંક વધારવાનો પ્રયાસ છે. 


બુદ્ધિજીવિઓ અને કલાકારોને સાથે લેવાનો પ્રયાસ
મમતા બેનર્જીએ બહારના કહીને જે કટાક્ષ કર્યો છે, તેનો સામનો કરવા માટે ભાજપ હવે ખુદને બંગાળની સ્થાનીક સંસ્કૃતિમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે માટે નેતાઓને બંગાળના બુદ્ધીજીવિઓની સાથે જોડવા અને કલાકારોને મળવાનું કહેવામાં આવ્યું છે. આ ક્રમમાં આ વર્ગના લોકો સાથે બેઠકો કરવાની છે. આ દિશામાં કામ કરતા પહેલા શાહ અને નડ્ડા દક્ષિણેશ્વર કાલી મંદિર, કાલીઘાટ મંદિર સહિત ઘણા સ્થાનીક મંદિરોમાં દર્શન કરી ાવ્યા છે. એટલું જ નહીં બિરસા મુંડાથી લઈને ખુદીરામ બોસ અને સ્વામી વિવેકાનંદથી લઈને ટાગોર સુધીને નેતાઓએ શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube