Coronavirus: મહામારીને લઇને વધુ એક ખરાબ સમાચાર, હજુ 10 વર્ષ સુધી મળશે નહી છુટકારો
Pfizer ના પ્રમુખ વૈજ્ઞાનિકોએ કહ્યું કે 'અમે આ સત્યને સ્વિકાર કરવો પડશે કે કોરોના મહામારી અત્યારે એટલી જલદી ખતમ થવાની નથી. સમયાંતરે તેનો પ્રકોપ થોડો ખૂબ ઓછો અથવા પછી વધુ થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાની પહેલી અધિકૃત કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)ના નિર્માતાએ મહામારીને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વેક્સીન નિર્માતાના અનુસાર કોરોનાનો આ જીવલેણ વાયરસ આવનાર ઘણા વર્ષો સુધી અસ્તિત્વમાં રહી શકે છે. અમેરિકા (USA) માં ફાઇઝર (Pfizer)ની કોરોના વેક્સીન બનનાર ટીમના પ્રમુખ વૈજ્ઞાનિક અગુર સાહિન (Ugur Sahin)એ કહ્યું કે આ વાયરસ આગામી 10 વર્ષો સુધી અમારી સાથે રહેશે.
કોરોના વાયરસની સૌથી મોટી આશંકા સાચી સાબિત થઇ
Pfizer ના પ્રમુખ વૈજ્ઞાનિકોએ કહ્યું કે 'અમે આ સત્યને સ્વિકાર કરવો પડશે કે કોરોના મહામારી અત્યારે એટલી જલદી ખતમ થવાની નથી. સમયાંતરે તેનો પ્રકોપ થોડો ખૂબ ઓછો અથવા પછી વધુ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે WHOથી માંડીને ઘના શોધકર્તાઓએ શરૂઆતમાં જ કહી દેવામાં આવ્યું હતું કે લાંબા સમય સુધી તેની અસર જોવા મળી શકે છે.
તેમને પૂછવામાં આવ્યું કે શું તે માને છે કે દુનિયા આ મહામારીથી પહેલાંની સામાન્ય થઇ શકે છે, તે તેમને કહ્યું કે અમે આ 'સામાન્ય' શબ્દની નવી પરિભાષા સમજવી પડશે.
સાહિને કહ્યું કે 'નવું સામાન્ય'નો અર્થ એ નથી કે તમામ દેશોને પહેલાંની માફક લોકડાઉન જેવી પાબંધીઓમાં જવું જ પડશે, પરંતુ તમામ લોકોને સાવધાની તો દરેક સ્થિતિમાં વર્તવવી જોઇએ. જર્મનીની બાયોએનટેકના મુખ્ય કાર્યકારી અધિકારી, અગુર સાહિને અમેરિકી દવા કંપની ફાઇઝર સાથે વેક્સીન બનાવવાને લઇને હાથ મિલાવ્યો અને એકદમ ઓછા સમયમાં તેમની વેક્સીનને મંજૂરી પણ મળી ગઇ.
સાહિને એ પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાની ઓછામાં ઓછી 60 થી 70 ટકા વસ્તીનું ટીકારણ થવું જરૂરી છે જેથી મહામારીને લઇને ભવિષ્યના પ્રકોને રોકી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે