નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) કાલે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અહીં તેઓ ભારતના સૌથી મોટા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલને કારણે ન માત્ર પશ્ચિમ બંગાળ, પરંતુ તેના લાગવાથી ઉત્તર-પૂર્વના રાજ્યોને પણ ફાયદો થશે. આ ટર્મિનલી ક્ષમતા એક લાખ મિલિયન મેટ્રિક ટન દર વર્ષની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ કર્યુ ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખુદ ટ્વિટર પર આ પરિયોજના વિશે જાણકારી આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ- કાલે સાંજે હું પશ્ચિમ બંગાલના હલ્દિયામાં રહીશ. ત્યાં એક કાર્યક્રમમાં બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલા એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલને દેશને સમર્પિત કરીશ. આ સિવાય પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ ડોમી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇનને દેશને સમર્પિત કરીશ. તેમણે બીજા ટ્વીટમાં લખ્યું, 'હલ્દિયા રિફાઇનરીના બીજા યૂનિટની આધારશિલા રાખવામાં આવશે. આ સિવાય હલ્દિયાના રાનીચકમાં એનએચ 41 પર બનેલા 4 લેન રોડ-ફ્લાઇઓવરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.'


પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડી બોલ્યા જેપી નડ્ડા- બંગાળમાં TMC ની વિદાય નક્કી


સવારે અસમના પ્રવાસે રહેશે પીએમ મોદી
પીએમ મોદી સાંજે 5 કલાક આસપાસ પશ્ચિમ બંગાળ પહોંચશે. આ પહેલા તેઓ અસમ પણ જવાના છે. જ્યાં ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાની સાથે તેઓ અસમ મેળાની શરૂઆત કરશે. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube