કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં મંત્રી રહેલા શુભેંદુ અધિકારીએ આજે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે. આ પહેલા બુધવારે ટીએમસીના દિગ્ગજ નેતા ગણાતા શુભેંદુ અધિકારીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. માનવામાં આવી રહ્યુ છે કે શુભેંદુ અધિકારી જલદી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ઘણા સમયથી શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતાન બેનર્જીથી નારાજ ચાલી રહ્યા હતા. ઘણીવાર તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેમણે ટીએમસી છોડવાનો નિર્ણય કરી લીધો છે. ટીએમસીમાં શુભેંદુ અધિકારી દિગ્ગજ નેતા હતા. હકીકતમાં બંગાળની 65 વિધાનસભા સીટો પર અધિકારી પરિવારની મજબૂત પક્કડ છે. આ સીટો રાજ્યના છ જિલ્લામાં ફેલાયેલી છે. 


આ પણ વાંચોઃ Farmers Protest પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું- 'ખેડૂતોને આંદોલનનો હક, પરંતુ...'


શુભેંદુ અધિકારીના પ્રભાવ વાળી સીટોની સંખ્યા રાજ્યની કુલ 294 સીટોના પાંચમાં ભાગથી વધુ છે. શુભેંદુ અધિકારી પૂર્વી મિદનાપુર જિલ્લાના એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા શિશિર અધિકારી 1982મા કાંથી દક્ષિણથી કોંગ્રેસના ધારાસભ્ય હતા, પરંતુ બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના સંસ્થાપક સભ્યોમાંથી એક બની ગયા હતા. 


શુભેંદુ અધિકારી 2009થી કાંથી સીટથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે. 2007માં શુભેંદુ અધિકારીએ પૂર્વિ મિદનાપુર જિલ્લાના નંદીગ્રામમાં એક ઈન્ડોનેશિયાઈ રાસાયણીક કંપની વિરુદ્ધ ભૂમિ-અધિગ્રહણ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલને 34 વર્ષથી સત્તામાં રહેલા વામ મોર્ચાને બહાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


આ પણ વાંચોઃ 'મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં PM મોદીની મહત્વની ભૂમિકા'


મહત્વનું છે કે કેન્દ્ર સરકારે તેમને ઝેડ કેટેગરીને સુરક્ષા પણ આવી છે. તેના પર અધિકારીએ કહ્યુ હતુ કે, તેમના પર હાલમાં 11 વખત હુમલા થયા છે. હું આ હુમલાથી ડરવાનો નથી. ધારાસભ્ય પદ અને ટીએમસી છોડ્યા બાદ અધિકારી જલદી ભાજપમાં સામેલ થઈ શકે છે. તેઓ અમિત શાહની હાજરીમાં ભાજપનું સભ્ય પદ ગ્રહણ કરી શકે છે. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube