મેરઠ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યસમિતીનું ઉદ્ધાટન કરતા સૌથી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્ચક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, જેને સંસદની ગરિમાની માહિતી ન હોય, તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યા છે. મેરઠના સુભારતી યુનિવર્સિટી પરિસરમાં બે દિવસીય કાર્ય સમિતીની બેઠકનો શુભારંભ કરતા રાજનાથે કહ્યું કે, સાંસદ માટે સંસદની અંદર અને બહાર એક ગરિમા હોય છે, પરંતુ જે વ્યક્તિ આ ગરિમાને ન રાખી શક, તેની પાસેથી બીજી શું આશા રાખી શકાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનાથે તેમ પણ કહ્યું કે, સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન જે પ્રકારે કોંગ્રેસ અધ્યક્ષે જાદુઇ વ્યવહાર કર્યો, તેઓ સંસદની ગરિમા અનુરૂપ નહોતી. તેમણે એણ પણ ભવિષ્યવાણી કરી કે કોંગ્રેસ હવે સત્તામાં પરત આવે તેમ નથી. 

કાર્યસમિતીના સભ્યો જોશ ભરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભાજપ અધ્યક્ષે 350નું લક્ષ્યાંક મુક્યું છે. લોકસભાની ચૂંટણીમાં અમે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. કેન્દ્રની સત્તાનો એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશમાંથી જ પસાર થશે અને અમે 2014માં પ્રાપ્ત તમામ 73 સીટો પર સારૂ પ્રદર્શન કરીશું. આ કાર્યકમિતીમાં કાર્યકર્તાઓએ આ સંકલ્પ લેવો જોઇએ. 

પોતાના સંબોધનમાં રાજનાથે કેન્દ્રની મોદી સરકાર અને પ્રદેશની યોગી સરકારની નીતિઓના ભારે વખાણ કર્યા અને કહ્યું કે, જ્યાં વડાપ્રધાને સમગ્ર વિશ્વમાં દેશની શાખ  વધારી છે, બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં વિકાસનો યોગ્ય વાતાવરણ બનાવ્યું, આ જ કારણથી આજે ગુનાખોરોમાં દહેશત વ્યાપી છે. ગુનાખોરો ગુના કરતા પણ ડરી રહ્યા છે. 

પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એકાત્મક માનવવાદની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, ભાજપ બાકીના દળોથી અલગ કેમ છે, તેટલા માટે ભાજપ પરિવાર આધારિત પોલિટિકલ એન્ટરપ્રાઇઝ નહી, પરંતુ તે દેશ બનાવનારી રાજનીતિક પાર્ટી છે. અમે એવી રાજવ્યવસ્થા ઇચ્છીએ છીએ જે દેશને સમૃદ્ધ બનાવી શકે.