1 જૂનથી આખો દેશ થશે અનલોક, આ મામલે બિલકુલ અલગ છે Lockdown 5.0
કોરોના વાયરસના લીધે સરકરે દેશભરમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. પરંતુ આ દરમિયાન ધીમે-ધીમે લોકડાઉનને દૂર કરવામાં આવશે. તેના હેઠળ 8 જૂનથી રેસ્ટોરન્ટ અને મોલ પણ ખોલવામાં આવશે
નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે સરકરે દેશભરમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. પરંતુ આ દરમિયાન ધીમે-ધીમે લોકડાઉનને દૂર કરવામાં આવશે. તેના હેઠળ 8 જૂનથી રેસ્ટોરન્ટ અને મોલ પણ ખોલવામાં આવશે. તો પહેલાં તબક્કામાં ધાર્મિક સ્થળો શરતોની સાથે ખોલવામાં આવશે. સ્કૂલ, કોલેજ, ઇંસ્ટીટ્યૂટ્સને પણ ખોલવામાં આવશે, પરંતુ આ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.
લોકડાઉન 5.0ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે અને તેને ત્રણ તબક્કામાં વહેચવામાં આવ્યું છે. આ લોકડાઉનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં આખા દેશમાં અવર-જવર પર પાબંધી હટાવી લેવામાં આવી છે. દેશભરમાં અવર-જવર પર પ્રતિબંધ રહેશે નહી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર પડશે નહી.
30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે
જોકે લોકડાઉનમાં 5.0માં ઘણા પ્રકારની પાબંધીઓને પણ રાખવામાં આવી છે. તેના હેઠળ દેશભરમાં રાજકીય રેલીઓ પર પ્રતિબંધ રહેશે. સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ અને જિમ પર પાબંધી રહેશે. વિદેશ યાત્રા પર પણ પાબંધી યથાવત રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક લગાવવવું જરૂરી છે. સાથે જ લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો સામેલ થઇ શકશે નહી અને અંતિમ સંસ્કારમાં 20 લોકો. દુકાનો પર ફક્ત 5 લોકો એકસાથે સામાન લઇ શકશે.
ચીનની વિરૂદ્ધ જંગમાં ઉતર્યા 3 idiotsના અસલી હીરો, 'ડ્રૈગન'ની કમર તોડવાનો બતાવ્યો પ્લાન
લોકડાઉન ત્રણ તબક્કામાં હશે. ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની કેટેગરી ખતમ કરીને ફક્ત એક ઝોન રહેશે. આ ઝોન કંટેન્ટમેન્ટ ઝોન રહેશે. ગૃહ મંત્રાલયએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે, તેના અનુસાર રાત્રે કર્ફ્યૂના સમયની સમીક્ષા થશે. આખા દેશમાં હવે રાત્રે નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકોને હરવા ફરવા પર પ્રતિબંધ રહેશે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજકીય સભાઓ વગેરે પર નિર્ણય લેવામાં આવશે.
જલદી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, શ્રાઇન બોર્ડે કરી લીધી છે યાત્રાની તૈયારી
કંટેનમેંટ ઝોનની બહાર બફર વિસ્તારો, જ્યાં સંક્રમણના કેસ આવવાની સંભાવના છે. કંટેનમેંટ ઝોનમાં લોકડાઉન 30 જૂન સુધી યથાવત રહેશે, આ વિસ્તારોમાં નિર્ધારિત જિલ્લા વહીવટીતંત્ર કરશે. શૈક્ષણિક સંસ્થાઓને જુલાઇથી ખોલવાને લઇને રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અભિભાવકો, અન્ય સંબંધિત પક્ષો સાથે વિચાર-વિમર્શ કરશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube