30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

નવી દિલ્હી: દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. ધાર્મિક સ્થળો ખોલવાની તૈયારી કરી છે. લોકડાઉન ત્રણ તબક્કામાં રહેશે. ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની કેટેગરીને ખતમ કરીને ફક્ત એક ઝોન રહેશે. આ ઝોન કંટેનમેન્ટ ઝોન હશે. 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. 

માસ્ક લગાવવું જરૂરી છે. લોકડાઉન 5.0નું નામ અનલોક-1 રાખવામાં આવ્યું છે. આખા દેશને ખોલી દેવામાં આવ્યો છે અને લોકો પાસે અપેક્ષા રાખવામાં આવી છે કે સાવધાની સાથે બહાર નિકળે. 

ગૃહ મંત્રાલયે જે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેના અનુસાર રાત્રે કર્ફ્યૂના સમયને સમીક્ષા થશે, આખા દેશમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લોકોને હરવા-ફરવા પર પ્રતિબંધ રહેશે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજકીય સભાઓ વગેરે પર નિર્ણય લેવામાં આવશે. 

લોકડાઉન 5.0માં મળશે આ રાહત
- એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર નથી.
- બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજ, ઇંસ્ટીટ્યૂટ ખોલી શકાશે. સ્કૂલ કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.
- દેશમાં ક્યાંય અવર-જવર પર કોઇ પ્રતિબંધ નહી
- 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ મોલ ખોલવાની પરવાનગી, આ પાબંદી યથાવત રહેશે.
- દિલ્હી મેટ્રો હાલ દોડશે નહી.- રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. 
- વિદેશ યાત્રા પર પાબંધી યથાવત રહેશે.
- અંતિમ સંસ્કારમાં 20 લોકો જ સામેલ થઇ શકશે.
- દુકાનો પર ફક્ત 5 લોકો એકસાથે સામાન ખરીદી શકશે.
- સિનેમા હોલ, જીમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. 

લોકડાઉન ખતમ થશે, અનલોક-1 શરૂ થશે

- લોકડાઉન ફક્ત કંટેનમેંટ ઝોનમાં 30 જૂન સુધી લાગૂ રહેશે. 
- કંટેનમેંટ ઝોનમાં ફક્ત જરૂરી સેવાઓ માટે પરવાનગી મળશે. 
- ફેઝ-1 માં 8 જૂનથી ધાર્મિક સ્થાન, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ ખુલશે. તેના માટે એસઓપી સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરશે. 
- 30 જૂન સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે. 
ફેઝ-2માં સ્કૂલ-કોલેજ ખોલવાને લઇને જુલાઇમાં નિર્ણય થશે. 
- 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, પહેલાંથી બિમારીઓથી પીડાતા વ્યક્તિઓ, 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવાની સલાહ.
- ફક્ત જરૂરી કાર્ય તથા સ્વાસ્થ્ય સુવિધાઓ માટે બહાર નિકળો.
- પહેલાંની માફક માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું જરૂરી રહેશે. 
- ભીડ એકઠી કરવાની મનાઇ રહેશે. લગ્ન માટે વધુમાં વધુ 50 લોકો એકઠા થઇ શકશે. 
- સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવા પર પ્રતિબંધ યથાવત રહેશે. સાર્વજનિક જગ્યાઓ પર પાન, ગુટખા, દારૂના સેવન પર પ્રતિબંધ રહેશે. 
- જ્યાં સુધી બને ત્યાંથી ઘરેથી જ કામ કરો, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન. 
- કાર્યસ્થળો પર સ્ક્રીનિંગ અને હાયજીનની પુરી વ્યવસ્થા હોવી જોઇએ, સેનેટાઇઝેશન કરવામાં આવે. 
- ફેઝ-3માં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો, સિનેમા, જિમ, સ્વિમિંગ પુલ, બાર, એસેંબલી હોલને ખોલવાનો નિર્ણય લેવાશે. 
- સામાજિક આયોજન પર પાબંધી યથાવત રહેશે. 

આ પહેલાં ક્યારે-ક્યારે લાગૂ થયું લોકડાઉન
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લાગૂ લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ અંતિમ દિવસ છે. ચોથું લોકડાઉન 18 મેથી 31 મે સુધી લગાવવામાં આવ્યું હતું. આ પહેલાં 25 માર્ચથી 14 એપ્રિલ, 15 એપ્રિલથી 3 મે અને 4 મેથી 17મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news