હેં...લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
Fact Check: સમાચારપત્રના કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે અને જે મતદારોના બેંક ખાતામાં 350 રૂપિયા નથી અથવા જેમની પાસે બેંક ખાતું નથી. તો તેમની પાસે પૈસા મોબાઇલ ફોનના રિચાર્જ સમયે કાપી લેવામાં આવશે.
PIB Fact Check: દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યાં રાજકીય પક્ષો તેની તૈયારીમાં વ્યસ્ત છે. આ અંગે એક સમાચાર પત્રનું કટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અખબારના કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે લોકસભા ચૂંટણીમાં વોટ નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે.
આ રાજ્યમાં આગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
શું કહેવામાં આવ્યું છે વાયરલ ફેક ન્યૂઝમાં?
આ વાયરલ ફેક ન્યૂઝમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો મતદાન નહીં કરે તેમની ઓળખ આધાર કાર્ડ દ્વારા કરવામાં આવશે અને તે કાર્ડ સાથે જોડાયેલા તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે.
શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ
ફેક ન્યૂઝમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે મતદારોના બેંક ખાતામાં 350 રૂપિયા નથી અથવા તો બેંક ખાતું બિલકુલ નથી, તો તેમની પાસેથી આ પૈસા મોબાઇલ ફોનના રિચાર્જ વખતે કાપી લેવામાં આવશે. આ માટે મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે અને તેનાથી ઓછા રિચાર્જ થશે નહી. સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કમિશનના નિર્ણય માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી શકાશે નહીં કારણ કે કમિશને પહેલાથી જ કોર્ટની મંજૂરી લઈ લીધી છે.
જાડેજાએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, કપિલ દેવની કરી બરાબરી
Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની
શું છે આ ફેક ન્યૂઝનું સત્ય?
આ સમાચાર ચાર વર્ષ પહેલા હોળીના અવસર પર એક અખબારે રમૂજી રીતે પ્રકાશિત કર્યા હતા. આ સમાચારની નીચે સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે, બુરા ન માનો હોલી હૈ લખ્યું હતું. આ પેજની નીચે પણ લખ્યું હતું કે 'આ પેજના તમામ સમાચાર કાલ્પનિક છે,' પરંતુ તેને કાપીને ફેક ન્યૂઝને વાયરલ કરવામાં આવી રહ્યા છે.
આ સમયે કરો ગણિતનો અભ્યાસ, માર્ક્સ આવશે 100 માંથી 100
Antioxidants થી ભરપૂર લીંબુથી દૂર થશે ચહેરાની કરચલી, આ 3 વસ્તુઓ પણ લાગશે કામ
પીઆઈબી ફેક્ટ ચેકે આ વાયરલ કટિંગ ટ્વિટર પર શેર કર્યું છે અને કહ્યું છે કે આ ફેક ન્યૂઝ છે.
LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube