સ્ટડી: ભારતમાં હજુ કોરોનાનો `વિનાશક` તબક્કો આવવાનો બાકી, આ મહિનામાં રોગચાળો હશે ચરમસીમાએ
ભારતમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયુ છે. પરંતુ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યાં છે અને આ આંકડા ચરમસીમા એ પહોંચવાના હજુ બાકી છે. કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)માં થયેલા એક અભ્યાસ મુજબ હાલ દેશમાં કોરોના વાયરસની મહામારી તેના વ્યાપક સ્તરે પહોંચી નથી પરંતુ આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં તે ચરમસીમાએ હશે.
નવી દિલ્હી: ભારતમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયુ છે. પરંતુ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યાં છે અને આ આંકડા ચરમસીમા એ પહોંચવાના હજુ બાકી છે. કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)માં થયેલા એક અભ્યાસ મુજબ હાલ દેશમાં કોરોના વાયરસની મહામારી તેના વ્યાપક સ્તરે પહોંચી નથી પરંતુ આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં તે ચરમસીમાએ હશે.
અભ્યાસમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે દેશભરમાં લોકડાઉનના કારણે મહામારીના ચરમસીમાએ પહોંચવાનો સમય એક મહિનો ટળી શક્યો છે જેથી કરીને કોરોનાને પહોંચી વળવા માટે સારા ઈન્તેજામ થઈ શકે. બાયો કોમ્પ્યુટેશનલ મોડલ પર આધારિત આ સ્ટડી જણાવે છે કે ભારતમાં જૂન મહિનાના અંત સુધીમાં લગભગ દોઢ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા છે.
ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર
આ સ્ટડીમાં રિપ્રોડક્શન નંબરની મદદથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ કેટલુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્ટડીમાં રિપ્રોડક્શન નંબર 2.2 જાણવા મળ્યો છે. જેનો અર્થ એ છે કે 10 લોકોથી આ સંક્રમણ સરેરાશ 22 લોકોમાં ફેલાઈ રહ્યો છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરવાથી આ રિપ્રોડક્શન નંબર ઓછો થઈને 0.7 પર પહોંચવાની આશા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube