નવી દિલ્હી : અનુચ્છેદ 370 હટ્યા બાદ થી અનેક રાજનેતાઓએ જમ્મુ અને કાશ્મીરની મહિલાઓ પર વિવાદિત નિવેદન આપ્યું. બીજી તરફ પહેલવાન બજરંગ પુનિયા (Bajrang Punia) એ શાંતિનો સંદેશ લઇને આવ્યા. અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો, જેને કેન્દ્ર સરકારે સમાપ્ત કરી દીધું. પુનિયાએ શુક્રવારે ટ્વીટ કર્યું, ન કાશ્મીરમાં સસુરાલ જોઇએ, ના ત્યાં મકાન જોઇએ. બસ કોઇ ફોજીનું શરીર ત્રિરંગામાં લપેટાઇને ન આવે, હવે એવું હિન્દુસ્તાન જોઇએ. જય હિંદ જય ભારત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
બજરંગ પુનિયાએ આ ટ્વીટ પર મોટા પ્રમાણમાં યુઝર્સની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. પુનિયાનાં આ ટ્વીટથી એક દિવસ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં એક સભા દરમિયાન કહ્યું કે, લોકો કહી રહ્યા હતા કે, અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ હવે કાશ્મીરની મહિલાઓ સાથે લગ્ન કરવામાં આવી શકે છે.


કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન
પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે
આ અગાઉ ઉત્તરપ્રદેશમાં ભાજપ ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીએ પોતાની પાર્ટીનાં કાર્યકર્તાઓને કહ્યું હતું કે હવે કાશ્મીરની મહિલાઓ સાથે લગ્ન કરવાનો અધિકારનો લાભ ન ઉઠાવે. સૈનીએ કહ્યું કે, અનુચ્છેદ 370ને ખતમ કરવાથી પાર્ટીના કાર્યકર્તા ખુબ જ ઉત્સાહિત હતા, કારણ કે  હવે તેઓ ગોરી કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરી શકશે. તેમણે કહ્યું કે, હવે ભાજપના અવિવાહિત કાર્યકર્તા કાશ્મીરમાં જમીન ખરીદવાની સાથે જ ત્યાંની યુવતીઓ સાથે લગ્ન કરી શકે છે.


કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ
સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો ક્લિપમાં ખતોલીના ધારાસભ્ય જમ્મુ અને કાશ્મીર સાથે વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાની ખુશી મનાવવાથી માંડીને મંગળવારે આયોજીત એક કાર્યક્રમમાં એવું કહેતા જોવા મળ્યા હતા. સૈનિ આયોજનમાં આવેલા લોકોને હિંદમા સંબોધિત કરતા કહી રહ્યા છે. કાર્યકર્તાઓ ખુબ જ ઉત્સાહિત છે અને જે અવિવાહિત, હવે તેઓ ત્યાં લગ્ન કરી શકે છે. તેમાં હવે કોઇ સમસ્યા નથી. પહેલા ત્યાં મહિલાઓ પર ખુબ જ અત્યાચાર થાય છે.


મોદીજીએ J&Kને કલમ 370થી મુક્ત કર્યું, હવે ત્યાં આતંકવાદનો પણ ખાતમો થશે: અમિત શાહ
હવે તેઓ આગળ કહી રહ્યા છે, પહેલા જો કાશ્મીરી યુવતીઓ ઉત્તરપ્રદેશની કોઇ યુવક સાથે લગ્ન કરે, તો ત્યાં તેમની નાગરિકતા રદ્દ કરી દેવાય છે. ભારત અને કાશ્મીરની નાગરિકતામાં રદ્દ કરી દેવાય. ભારત અને કાશ્મીરની નાગરિકતામાં ઘણી ભિન્નતા છે.