મુંબઇ: ZEE NEWSના એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં નશાની દુનિયાના એક વિશ્વસનીય ઇન્ફોર્મરે મહત્વનો ખુલાસો કર્યો છે. સુરક્ષા માટે અમે તેની ઓળખ છુપાવી રહ્યાં છે. આ ઇન્ટરવ્યૂમાં બોલીવુડમાં નશાના સોદાગર પર મોટો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડના 70 ટકાથી વધારે કલાકારો લે છે ડ્રગ્સ
ZEE NEWSના એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ઇન્ફોર્મરે જણાવ્યું કે બોલીવુડના લગભગ 70 ટકાથી વધારે કલાકારો ડ્રગ્સનો નશો કરે છે. ફિલ્મી દુનિયાની મોટી હસ્તિઓમાં એમડી અને ટેલીવિઝન કલાકારોનો સૌથી પ્રિય નશો ગાંજો (Weed) છે. ગાંજો ખરીદવા માટે કોડ નામનો ઉપયોગ થયા છે. મોંઘા ગાંજાનો કોડ નામ 'ડબીજ' છે જ્યારે ડ્રગ પેડલર્સનું કોડનામ AK-47 છે.


આ પણ વાંચો:- Sushant Caseમાં હોટલ વ્યવસાયી ગૌરવ આર્યાનું કનેક્શન? આ મહત્વની જાણકારી આવી સામે


ફિલ્મી દુનિયા સુધી પેડલર્સ પહોંચાડે છે ડ્રગ્સ
તેણે વધુમાં કહ્યું કે Blue Berry Kush અને Strawberry Kush એક પ્રકારનો ફ્લેવર્ડ ગાંજો છે. આ ગાંજો 5,000 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી મળે છે. આ માત્ર અમિર ધરના લોકો જ પીવે છે. ફિલ્મી દુનિયાને નશાનો સામાન પહોંચાડવા માટે ફિલ્મ સિટી અને બાંદ્રા જુહૂ વિસ્તારમાં પેડલર્સ સક્રિય છે.


આ પણ વાંચો:- નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયો સોનાના બિસ્કિટના ઢગલો, 8 લોકોની ધરપકડ


ડ્રગ્સ ખરીદવા માટે સામે નથી આવતા સેલિબ્રિટી
ઇન્ફોર્મરે કહ્યું કે, સેલિબ્રિટી ડ્રગ્સ ખરીદવા માટે ક્યારે સામે આવતા નથી. તેના માટે તેમના ડ્રાઇવર, નોકર અથવા સ્ટાફ પેડલર્સ સાથે ડીલ કરે છે. ઘણી વખત તેઓ કોડવર્ડમાં પણ વાત કરે છે. હું અત્યારે ફિલ્મી ક્લાઇન્ટ્સનું નામ જણાવી શકતો નથી.


આ પણ વાંચો:- PM મોદીએ આ રાજ્યમાં કર્યું એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના બિલ્ડિંગનું ઉદ્ધાટન, જાણો શું કહ્યું?


મુંબઇમાં ડ્રગ્સના ધંધાના બે મોટા નામ
ઇન્ફોર્મરે જણાવ્યું કે, મુંબઇમાં ડ્રગ્સના ધંધાના બે મોટા નામ છે. સાઉથ મુંબઇ વિસ્તારમાં ચિંકૂ પઠાણ અને બાંદ્રા જુહૂ જેવા પોશ વિસ્તારમાં ઇમ્મા નામના શખ્સનું મોટું નેટવર્ક છે. ત્યારે ફિલ્મ સિટી વિસ્તારમાં મીરાજનું નેટવર્ક સક્રિય છે. ડ્રગ્સના સપ્લાઇમાં કેટલીક મહીલાઓ પણ સામેલ છે.


આ પણ વાંચો:- અયોધ્યા: ભવ્ય શ્રીરામ મંદિરના નકશાને ટૂંક સમયમાં મળશે સ્વીકૃતિ, ટ્રસ્ટે આપ્યું આવેદન


રસ્તાના માર્ગે મુંબઇ પહોંચે છે ડ્રગ્સ
તેણે વધુમાં કહ્યું કે, આ ડ્રગ્સ વિદેશ ઉપરાંત ગુજરાત અને પંજાબથી મુંબઇ સુધી રસ્તાના માર્ગે આવે છે. ત્યારબાદ શહેરના મોટા પેડલર્સની પાસે જથ્થો પહોંચ્યા બાદ નાના-નાના પેડલર્સને રિટેલ ક્વોન્ટિટિમાં આપવામાં આવે છે. ફિલ્મી દુનિયાના લોકો મોટાભાગે ક્વોન્ટિટિમાં જ ડ્રગ્સ ખરીદે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર