indian students in UK : ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ અનેક દેશોએ વિઝાના નિયમો તંગ કરતા ભારતીય વિદ્યાર્થીઓ હવે બીજા દેશો પર નજર દોડાવી રહ્યાં છે. અમેરિકા, કેનેડા બાદ હવે યુકેનો મોહભંગ થયો છે. બ્રિટનમાં જનારો વર્ગ ધીરે ધીરે ઘટી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતમાંથી ગયેલી અરજીઓમાં 4 ટકા ઘટાડો આવ્યો છે. જે બતાવે છે કે, વિદ્યાર્થીઓ હવે ભણવા માટે યુકે જવા માંગતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટન દ્વારા વિઝાના નિયમોમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં ભણતર પૂર્ણ કર્યા પછી આપવામાં આવતા વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમોને કારણે બ્રિટન જનારા ભારતીયોનો મોહભંગ થયો છે. આંકડા અનુસાર, બ્રિટનની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનનું પ્રમાણ ચાર ટકા ઘટ્યું છે. 


સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ


યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસ (યુસીએએસ) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમા ન માત્ર ભારતીય વિદ્યાર્થીઓ, પરંતુ નાઈજિરિયાના વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો આવ્યો છે. આંકડા અનુસાર, બ્રિટન જનારા ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૯૧૦ (૩ ટકા) , તુર્કીના ૭૧૦ (૩૭ ટકા), કેનેડા ૩૪૦ (૧૪ ટકા)નો વધારો થયો છે. નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૬ ટકા અને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪ ટકાનો ઘટાડો થયો છે.


એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ આવી રહી છે : ગુજરાતનું હવામાન એકાએક બદલાશે, આવી છે આગાહી


આ કારણ હોઈ શકે છે 
બ્રિટનમાં જનારો પ્રવાહ ઓછો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, યુકેમાં આશ્રિતો અથવા કુટુંબના નજીકના સભ્યોને સાથે લાવવા માટે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ શિષ્યવૃત્તિ સાથેના અનુસ્નાતક સંશોધન અભ્યાસક્રમો અને અભ્યાસક્રમો સિવાયના તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર ગયા મહિનાથી અમલમાં આવ્યા છે. જેની અસર વિદ્યાર્થીઓ પર પડી છે. સાથે બ્રિટનમાં અભ્યાસ બાદ નોકરી મળવાના પણ ફાંફા છે. ભારતીય વિદ્યાર્થીઓ બેરોજગારીથી પીડાઈ રહ્યાં છે. તેમનો રોજનો ખર્ચો પણ નીકળતો નથી. 


જોકે, બીજી તરફ આંકડા એ પણ કહે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનનું ઉચ્ચ શિક્ષણ આકર્ષક રહ્યું છે. સ્નાતક અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૦.૭ ટકાનો વધારો થયો છે.


રાજીવ મોદીને મોજેમોજ : દુષ્કર્મનો કેસ છતાં પોલીસ સ્ટેશનમાંથી માનપાન મળ્યું