વેસ્ટમાંથી બેસ્ટ: કચરામાંથી મળશે તગડી કમાણી, ઈ-વેસ્ટ ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની તક
કચરામાંથી કમાણી કરી શકાય? આ સવાલનો જવાબ છે `હા`, કમાણી પણ જેવી તેવી નહીં, ભારતમાં દિવસે ને દિવસે ઇલેકટ્રોનિક્સ બજાર ફુલીફાલી રહ્યું છે. જેને પગલે ઇ-વેસ્ટનો જથ્થો પણ વધી રહ્યો છે. નવી પ્રણામી મુજબ આ ઇ-વેસ્ટમાંથી સારી એવી કમાણી કરી શકાય એવું છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા આગામી સમયમાં ઇ-વેસ્ટ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો છે. એક અંદાજ મુજબ 5 લાખ જેટલી નોકરીઓ ખુલે એમ છે.
નવી દિલ્હી : ઊભરતા બજારોમાં ખાનગી ક્ષેત્રો પર કેંદ્વિત વિકાસ નાણાકીય સંસ્થા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને કહ્યું કે ઇલેકટ્રોનિક કચરા ક્ષેત્રની શૃંખલા-સંગ્રહ, એકત્રીકરણ, નિરાકરણ અને રીસાઇકલિંગમાં 2025 સુધી 450,000 પ્રત્યક્ષ રોજગાર પેદા થશે. આ ઉપરાંત પરિવહન અને વિનિર્માણ જેવા પ્લાન્ટ ક્ષેત્રમાં પણ 180,000 નોકરીઓ પેદા થવાની સંભાવના છે.
આઇએફસી 2012થી ઇ-કચરા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. સરકારના ઇ-કચરા (મેનેજમેન્ટ અને હેડલિંગ)નિયમ 2016 હેઠળ આઇએફસી અને કરો સંભવ નામની એક પીઆરઓએ આ જોવા માટે કે ક્ષેત્રના પડકારો માટે આખા ભારતમાં જમીની સ્તર પર સમાધાન સંભવ છે, 2017માં ઇન્ડીયા ઈ-વેસ્ટની શરૂઆતની કરી હતી.
થોડા સમય બાદ રીયલ એસ્ટેટમાં તેજીથી વધશે પૈસા, જાણકારોએ જણાવ્યું કારણ
આ પોગ્રામ પીઆરો મોડલને સમર્થન આપવા અને જવાબદાર ઇ-કચરા મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસિત કરવા પર કેંદ્વિંત છે. પોગ્રામ હેઠળ નાગરિકો અને નિગમોથી 4,000 મેટ્રિક ટનથી વધુ ઈ-કચરો એકત્રિત કરવામાં આવ્યો છે અને જવાબદારીથી તેને રિસાઇકલ કરવામાં આવ્યો છે. સ્કૂલના બાળકો સહિત 2,260,000 નાગરિકોને બેકાર થઇ ચૂકેલા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના સુરક્ષિત નિવારણ માટે જાગૃત કરવામાં આવશે.
આઇએફસી સીનિયર કંટ્રી ઓફિસર વિક્રમજીત સિંહે કહ્યું કે ''આઇએફસી દુનિયાની સામે આવનાર જટિલ પડકારોને નિવારવા માટે ખાનગી ક્ષેત્રના સમાધાન વિકસિત કરે છે. ઇન્ડિયા ઇ-વેસ્ટ પોગ્રામ દ્વારા, અમે એક મોટું અને વ્યાપક ખાનગી ક્ષેત્રના નેતૃત્વવાળું સમાધાન તૈયાર કર્યું છે, જે ભારતમાં ઝડપથી વધતા જતા ક્ષેત્રમાં ઔપચારિક રોજગારને પ્રોત્સાહન આપશે અને રોકાણની તકો ઉભી કરશે.
શરૂ કરો સોલાર લેમ્પ બનાવવાનો બિઝનેસ, વર્ષે કમાશો 20 લાખ રૂપિયા
ભારત ઇલેક્ટ્રોનિક્સ માટે સૌથી ઝડપથી વધતા બજારોમાંથી એક છે અને માંગ 2020 સુધી વધીને 400 અરબ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. ઇ-વેસ્ટ દુનિયાની સૌથી વધુ ઝડપથી વધતી અપશિષ્ટ કલમ છે. ભારતમાં પ્રતિવર્ષ 20 લાખ ટર્ન ઇ-વેસ્ટ પેદા થાય છે. તેના 2020 સુધી 50 લાખ ટન સુધી પહોંચવાની સંભાવના છે. પ્રોગ્રામ પુરૂ થવા અને ઇ-વેસ્ટના મેનેજમેન્ટના સમાધાન પર ચર્ચા કરવા માટે આઇએફસીએ બુધવારે નવી દિલ્હીમાં એક કોન્ફ્રસનું આયોજન કર્યું.
તમારી મરજી વિના Whatsapp ગ્રુપમાં એડ નહી કરી શકે એડમીન, ઉમેરાશે 4 નવા ફીચર્સ
પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયના ખતરનાક પદાર્થ મેનેજમેન્ટ વિભાગના સંયુક્ત નિર્દેશક સોનૂ સિંહે કહ્યું 'ઈ-વેસ્ટ ક્ષેત્રમાં દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા અને રોજગાર ઉત્પન્ન કરવાની મહત્વપૂર્ણ ક્ષમતા છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ ઇંડસ્ટ્રી સરકારની સાથે સહતોગ કરી રહ્યા છે અને ઇ-વેસ્ટને જવાબદારીથી સંભાળવા માટે ઘણી પહેલ શરૂ કરી છે. જો જવાબદારીને સરકાર અને ઈ-વેસ્ટના ગ્રાહકોની શેર કરવામાં આવે છે, તો ભારતમાં ઈ-વેસ્ટનું કુશળ મેનેજમેન્ટ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે.
આઇએફસી ઈ-વેસ્ટ ક્ષેત્ર માટે એક વ્યાપક ખાનગી ક્ષેત્ર સંભવિત વિશ્લેષણ પર કામ કરી રહ્યા છે, જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 'કરો સંભવ' ના સંસ્થાપક અને નિયામક પ્રાંશુ સિંઘલે કહ્યું કે ''આઇએફસી અમારી સાથે ભાગીદારીથી એક મજબૂત ઇકોલોજી તંત્ર વિકસિત કરવા માટે એક ઉત્પ્રેરકના રૂપમાં કામ કર્યું છે, જે જવાબદાર રીસાઇકલિંગ માટે ઇ-વેસ્ટને કંટ્રોલ કરવાની એક પારદર્શી અને જવાબદેહી સિસ્ટમ બનાવવામાં સક્ષમ બનાવે છે.