તમારી મરજી વિના Whatsapp ગ્રુપમાં એડ નહી કરી શકે એડમીન, ઉમેરાશે 4 નવા ફીચર્સ
ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે કેટલાક લોકોએ તેમને ઘણા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દીધા છે. તેમાંથી ઘણા એડમિન અને તેમની સાથે જોડાયેલા ગ્રુપ તો એવા હોય છે કે જેમને તે ઓળખતા પણ નથી. જો તમે તમારી સાથે પણ આવું થયું છે તો આ સમાચાર તમને રાહત આપશે. જોકે ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) જલદી જ એવું ફીચર લાવવા જઇ રહ્યું છે જો તમને પણ કોઇ ગ્રુપમાં એડ કરવા માંગે છે તો તેના માટે તમારી મંજૂરી લેવી પડશે. એટલે કે તમારી મરજી વિના હવે કોઇપણ તમને ગ્રુપના મેંબર બનાવી શકશે નહી.
Trending Photos
નવી દિલ્હી: ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે કેટલાક લોકોએ તેમને ઘણા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દીધા છે. તેમાંથી ઘણા એડમિન અને તેમની સાથે જોડાયેલા ગ્રુપ તો એવા હોય છે કે જેમને તે ઓળખતા પણ નથી. જો તમે તમારી સાથે પણ આવું થયું છે તો આ સમાચાર તમને રાહત આપશે. જોકે ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) જલદી જ એવું ફીચર લાવવા જઇ રહ્યું છે જો તમને પણ કોઇ ગ્રુપમાં એડ કરવા માંગે છે તો તેના માટે તમારી મંજૂરી લેવી પડશે. એટલે કે તમારી મરજી વિના હવે કોઇપણ તમને ગ્રુપના મેંબર બનાવી શકશે નહી.
ચૂંટણીમાં પારદર્શિતા લાવવાનો પ્રયત્ન
ચૂંટણીમાં પારદર્શિતા લાવવાના પ્રયત્ન હેઠળ વોટ્સઅપ (Whatsapp)એ આ ફીચર લાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. કંપની દ્વારા યૂજર્સને આ ફીચર જલદી આપવામાં આવશે. આ ફીચર બાદ યૂઝરને આ અધિકાર હશે કે તેને કોઇ વોટ્સઅપમાં એડ કરી શકે છે કે નહી. ફેસબુકના ઓનરશિપવાળી સોશિયલ મીડિયા કંપની વોટ્સઅપે એમપણ કહ્યું કે વોટ્સગ્રુપ પારિવારજનો, મિત્રો, સહકર્મીઓ, સહપાઢીઓ અને અન્ય લોકોને એકસાથે એદ કરવાનું માધ્યમ બની રહેશે.
પ્રાઇવેસી સેટિંગ માટે નવું ફીચર
લોકો આજકાલ મિત્રો અને પરિવારની વચ્ચે વાતચીત માટે ગ્રુપ સાથે જોડાઇ છે. તેમણે પોતાના અનુભવ વિશે વધુ નિયંત્રણની માંગ કરી. કંપનીના પ્રાઇવેસી સેટિંગમાં એક નવા ફીચરની શરૂઆત કરી છે. તેના માધ્યમથી યૂજર્સ તે નક્કી કરી શકે છે કે તેમને કોઇ વોટ્સઅપ ગ્રુપમાં કોણ એડ કરી શકે છે. આ ફીચર માટે યૂઝરને ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલાં ઓપ્શન હેઠળ યૂજર્સને કોઇપણ ગ્રુપમાં એડ કરી શકે છે.
કંપનીએ ત્રણ ઓપ્શન આપ્યા
બીજા ઓપ્શનમાં તમને ફક્ત તે લોકો ગ્રુપમાં એડ કરી શકે છે જે પહેલાંથી તમારા કોનટેક્ટ લિસ્ટમાં એડ છે. ત્રીજા વિકલ્પમાં દરેકને ગ્રુપમાં એડ કરવાની સુવિધા આપવામાં આવી છે. અત્યાર સુધી કોઇ યૂજર્સને કોઇપણ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી શકતો હતો.
આ ઉપરાંત વોટ્સઅપે વધુ એક ફીચરની શરૂઆત કરી છે. જો કોઇ તમને કોઇ ગ્રુપમાં એડ કરે છે તો પ્રાઇવેટ ચેટ દ્વારા તમને લિંક મળશે. જો તમે 3 દિવસમાં આમંત્રણ સ્વિકારી લો છો તો તમે ગ્રુપમાં સામેલ થઇ જશો. જો તમે ત્રણ દિવસ ઇનવી ટેશન સ્વિકારતા નથી તો તે ઓટોમેટિકલી ખતમ થઇ જશે. કંપનીએ કહ્યું કે આ ફીચરની શરૂઆત બુધવારથી કરવામાં આવી છે. તેણે કહ્યું કે આગામી અઠવાડિયામાં આ ફીચર દુનિયાભરમાં ઉપલબ્ધ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે