Paramedical Course After 12th: આ વર્ષે જે વિદ્યાર્થીઓ NEET UGમાં ક્વોલિફાય ન કરી શક્યા હોય તેઓ ખૂબ જ નિરાશ થયા છે. અનેક યુવાનોના ડોકટર બનવાના સપનાને આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં, તમે કારકિર્દીના અન્ય વિકલ્પ વિશે વિચારી શકો છો, કારણ કે જે યુવાનોએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોમાંથી 12મું પાસ કર્યું છે તેઓ માત્ર ડૉક્ટર બનવા સુધી મર્યાદિત નથી. તેઓ પેરામેડિકલ સંબંધિત અભ્યાસક્રમો કરીને પણ સારું કરિયર બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી વખત વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં તગડી ફી ભરીને ડિગ્રી લે છે, જ્યારે કેટલાકને ત્યાં ભણવામાં આનંદ આવતો નથી. આવી સ્થિતિમાં, પેરામેડિકલ કોર્સીસ કરિયર માટે બેસ્ટ વિકલ્પ સાબિત થશે. વિદ્યાર્થીઓ મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી, ડાયાલિસિસ ટેક્નોલોજી, એનેસ્થેસિયા ટેક્નોલોજી, ઓપરેશન થિયેટર ટેક્નોલોજી જેવા પેરામેડિકલ કોર્સ કરી શકે છે.


1. નર્સિંગ કેર આસિસ્ટન્ટ તરીકે બનાવો કરિયર
આ દિવસોમાં આ કોર્સની ખૂબ માંગ છે. આ 2 વર્ષના કોર્સ માટે તમારે લગભગ એક લાખ રૂપિયા ખર્ચવા પડશે. શરૂઆતમાં તમને મહિને 15-20 હજાર રૂપિયા સુધીની નોકરી મળે છે. આગળ, તમને તમારા અનુભવ અને કામ અનુસાર સારો પગાર મળે છે.


2. મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી
બે વર્ષના આ કોર્સની ફી પણ લગભગ લાખ રૂપિયા હોય છે.. ડાયગ્નોસિસ એટલે કે રેડિયોલોજીના આ કોર્સમાં એક્સ -રે, સીટી સ્કેન વગેરે વિશેની માહિતી ઉપલબ્ધ થાય છે. કોર્સ પછી વાર્ષિક 2.5 થી 5 લાખ રૂપિયાનું પેકેજ મળે છે.


3. મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન
આ કોર્સની કિંમત રૂ. 75,000 થી રૂ. 1 લાખ સુધીની છે. ક્લિનિકલ લેબ ટેસ્ટિંગ સંબંધિત આ કોર્સમાં રોગોની ઓળખ માટે લેબ ટેસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવે છે.


4. ડાયાલિસિસ ટેકનિશિયન
કિડનીની સમસ્યામાં વધારો થવાને કારણે ડાયાલિસિસ ટેકનિશિયનની માંગ વધી છે. બે વર્ષનો ડિપ્લોમા કર્યા બાદ વાર્ષિક 3 લાખ રૂપિયાની નોકરી મળે છે.


5. એનેસ્થેટિક ટેકનિશિયન
દરેક હોસ્પિટલમાં એનેસ્થેટિક ટેકનિશિયનની માંગ છે. બે વર્ષના કોર્સ પછી સારા પગારના પેકેજ પર નોકરી સરળતાથી મળી જાય છે.


આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા

મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube