Skin Care: દૂધ આપણા સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. દૂધમાં રહેલા પોષક તત્વો ત્વચાને હાઇડ્રેટ કરે છે અને મોઈશ્ચર વધારી સ્કીન પર ગ્લો લાગે છે. જો તમારી ત્વચા પણ ડલ અને બેજાન થઈ ગઈ છે તો ત્વચાને ફરીથી ગ્લોઇંગ કરવા માટે તમે સ્કીન કેર રૂટિનમાં દૂધનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને જો તમે કાચા દૂધનો ઉપયોગ ત્વચા પર કરો છો તો તેનાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે. કાચા દૂધનો ઉપયોગ કરીને તમે આ ચાર ફેસપેક બનાવી શકો છો જેને ત્વચા પર ઉપયોગમાં લેવાથી સ્કીન હેલ્ધી બને છે અને ગ્લો વધે છે. તો ચાલો તમને જણાવીએ કે ત્વચા પર દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચોખાનું પાણી સ્કીન અને હેર માટે છે બેસ્ટ, આ રીતે ઉપયોગ કરશો તો શરીર પણ રહેશે હેલ્ધી


આ નેચરલ વસ્તુઓના ઉપયોગથી સફેદ વાળ 30 મિનિટમાં થઈ જશે કાળા, નહીં થાય કોઈ આડઅસર


Skin Care: બ્લેકહેડ્સને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, ટ્રાય કરો કોઈ એક ઉપાય


કાચું દૂધ અને મધ


આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી કાચુ દૂધ લઇ તેમાં એક મોટો ચમચો મધ અને થોડો લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ પ્રાકૃતિક રીતે બ્લીચનું કામ કરે છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો. 15 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.


કાચું દૂધ અને બદામ


આ ફેસપેક બનાવવા માટે કાચા દૂધમાં બદામને રાત આખી પલાળો. સવારે તેની પેસ્ટ બનાવીને તેને ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરો.


કાચું દૂધ અને હળદર


ગ્લોઈંગ સ્કીન માટે કાચું દૂધ અને હળદર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે એક બાઉલમાં બે થી ત્રણ ચમચી કાચુ દૂધ લેવું અને તેમાં એક ચમચી હળદર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર લગાડો અને 15 મિનિટ પછી ચહેરો સાફ કરો.


આ પણ વાંચો:


તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત


એવોકાડો અને કાચું દૂધ


આ પેક ને તૈયાર કરવા માટે એક બાઉલમાં બે ચમચી કાચું દૂધ લેવું અને તેમાં જરૂર અનુસાર એવોકાડો મેશ કરીને ઉમેરો. તેને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો જ્યારે તે સુકાઈ જાય તો તેને પાણીથી સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)