Cheese Corn Ball Recipe: સાંજે પીવાતી ગરમાગર ચા સાથે નાસ્તો કરવાની મજા જ અલગ હોય છે. તેમાં પણ વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચીઝ કોર્ન બોલ ખાવા મળે તો વાત જ શું કરવી. ચીઝ કોર્ન બોલનું નામ આવતા જ તમને લાગશે કે કલાકોની મહેનત અને રેસિપી અઘરી હશે. પરંતુ એવું જરા પણ નથી. આ વાનગી બનાવી સરળ છે અને તમે તેને 30 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો ફટાફટ જાણો કે કેવી રીતે બનાવવા ચીઝ કોર્ન બોલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો:


ટ્રાય કરો આ 4 માંથી કોઈપણ એક નુસખો, ખરતા વાળની સમસ્યા ટ્રીટમેન્ટ વિના થશે દુર


સુવાની રીત બદલી દુર કરી શકો છો સ્વાસ્થ્ય સમસ્યાઓ, જાણો કઈ તકલીફમાં કેવી રીતે સુવું?


30 દિવસમાં ટાલમાં પણ દેખાવા લાગશે વાળ, ટ્રાય કરો આમાંથી કોઈપણ એક દેશી ઉપાય

બાફેલા બટેટા - 3
બાફેલી મકાઈ - 2 બાઉલ
ઝીણી સમારેલી ડુંગળી - 1
ઝીણું સમારેલું કેપ્સીકમ - 1
લસણની કળી 2 થી 3
ઝીણી સમારેલી કોથમીર
કાળા મરીનો પાવડર 1 ચમચી
ઝીણા સમારેલા મરચાં 1 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
મોઝેરેલા ચીઝ - 1.5 કપ 
કોર્ન ફ્લોર - 3/4 કપ 
મકાઈનો લોટ - 3 ચમચી 
બ્રેડક્રમ્સ જરૂર અનુસાર


ચીઝ કોર્ન બોલ્સ બનાવવાની રેસીપી


આ પણ વાંચો:


ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર


Hair Care: ચોમાસામાં વધી જતી ખરતા વાળની સમસ્યા દુર કરશે આ ઘરેલુ ઉપાય

ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં સ્વીટ કોર્ન, ડુંગળી, કેપ્સીકમ, લસણ, કોથમીર, લીલું મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં મોઝેરેલા ચીઝ, કાળા મરીનો પાવડર, મીઠું અને મકાઈનો લોટ અને કોર્ન ફ્લોર ઉમેરો. બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરી નાના બોલ બનાવી લો.


હવે અન્ય એક બાઉલમાં પાણીમાં કોર્ન ફ્લોર લઈ સ્લરી તૈયાર કરો. આ સ્લરી થોડી ઘટ્ટ રાખવી. હવે તેમાં તૈયાર કરેલા બોલ્સ ઉમેરી અને બ્રેડક્રમ્સમાં રગદોળી અને ગરમ તેલમાં તળવા માટે મુકો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને ગરમા ગરમ સર્વ કરો.