Home Remedies For Pimple: ઘણી વખત એવું થાય કે માસિકનો સમય નજીક હોય ત્યારે અચાનક ચહેરા પર ખીલ દેખાવા લાગે. આવા સમયે જ્યારે કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાનું થાય ત્યારે ચિંતામાં પડી જવાય છે કે ખીલનું શું કરવું ? આ સમસ્યાથી મુક્તિ અપાવે તેવી જોરદાર ટીપ્સ આજે તમને જણાવીએ. આજે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી એક રાતમાં જ ખીલથી મુક્તિ મળી જશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાતોરાત ખીલથી મુક્તિ મેળવવાના ઘરગથ્થુ ઉપાય


આ પણ વાંચો: 


નોંધી લો ફટાફટ કેફે જેવી જ ક્રીમી અને ટેસ્ટી કોફી ઘરે બનાવવાની રીત


મશરુમ જોઈને હવેથી મોં ન બગાડતા, વજન ઝડપથી ઘટાડવું હોય તો 15 દિવસ આ રીતે કરો ઉપયોગ


ભારતની આ જગ્યાઓ પર ફરવા જશો તો થાઈલેન્ડ ભૂલી જશો, ખર્ચો થશે ઓછો અને મજા આવશે બમણી
 
1. ખીલથી મુક્તિ મેળવવા માટે એસ્પિરિનની 1 ગોળી લઈ તેમાં થોડા ટીપાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા ખીલ પર લગાવો અને સુઈ જાઓ. સવારે તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઈ જશે.
 
2. બીજી રીતમાં ઘીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 2 ચમચી ઘીમાં એક ચપટી હળદર અને થોડો ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ખીલ પર લગાવો અને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. તેનાથી બીજા જ દિવસે ખીલ ગાયબ થઈ જશે.


3. ખીલ મટાડવા માટે બરફના ટુકડા પણ કામ આવે છે. તેના માટે દિવસ દરમિયાન 2 થી 3 વાર ખીલ પર બરફથી શેક કરો. તેનાથી ખીલનો સોજો ઓછો થઈ જશે.


4. ખીલ મટાડવા માટે ફ્રેશ એલોવેરા જેલ લગાવો અને સુઈ જાઓ. તેનાથી ખીલની સમસ્યાથી મુક્તિ મળશે અને ત્વચા પણ ચમકદાર બનશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24Kalak તેની પુષ્ટિ કરતું નથી.)