ભારતની આ જગ્યાઓ પર ફરવા જશો તો થાઈલેન્ડ ભૂલી જશો, ખર્ચો થશે ઓછો અને મજા આવશે બમણી

Mini Thailand In India: આમ તો દેહરાદુનમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ અહીંયાનું એક સ્થળ એટલું જોરદાર છે કે અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. દહેરાદૂનમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડ પણ કહેવાય છે. દેહરાદુનના મીની થાઈલેન્ડમાં પહોંચીને તમે થાયલેન્ડ પ્રવાસ કર્યા જેવો જ અનુભવ કરી શકો છો. 
 

ભારતની આ જગ્યાઓ પર ફરવા જશો તો થાઈલેન્ડ ભૂલી જશો, ખર્ચો થશે ઓછો અને મજા આવશે બમણી

Mini Thailand In India: ફરવા લાયક જગ્યાઓની દ્રષ્ટિએ ઉત્તરાખંડ રાજ્ય સૌથી સમૃદ્ધ છે. અહીં ઘણા હિલ સ્ટેશન, મંદિર અને પર્યટન સ્થળ આવેલા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનમાં પણ ઘણા એવા પર્યટન સ્થળ છે જે દેશ વિદેશના યાત્રીઓને આકર્ષિત કરે છે. આમ તો દેહરાદુનમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ અહીંયાનું એક સ્થળ એટલું જોરદાર છે કે અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. દહેરાદૂનમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડ પણ કહેવાય છે. આ જગ્યા પર ઉનાળા દરમિયાન ફરવા જવાથી વેકેશનની મજા બમણી થઈ જાય છે. દેહરાદુનના મીની થાઈલેન્ડમાં પહોંચીને તમે વિદેશ પ્રવાસ કર્યા જેવો અનુભવ કરી શકો છો. 

આ પણ વાંચો:

ભારતના મીની થાઈલેન્ડ તરીકે ઓળખાતી આ જગ્યા છે ગુચ્ચુ પાની. ગુચ્ચુ પાનીને અંગ્રેજોના સમયથી રોબર્સ કેવ કહેવામાં આવે છે એટલે કે ડાકુઓની ગુફા. એવું પણ કહેવાય છે કે વર્ષો પહેલા ડાકુ ચોરીનો બધો સામાન આવી ગુફાઓમાં છુપાવતા હતા. જેથી અહીં અંગ્રેજો પહોંચી ન શકે. કારણ કે અહીં સુધી જવાના રસ્તા રહસ્યમય લાગતા.

જોકે હવે ગુચ્ચુ પાની એક પર્યટન સ્થળ બની ગયું છે અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. આ જગ્યા ની ખાસ વાત એ છે કે ગુફાની અંદર પાણીનું ઝરણું વહે છે અને તે નદી તરીકે ગુફામાં ફેલાયેલું છે. ગુફાની અંદર ઘૂંટણ સુધી પાણી હોય છે જેમાં તમે સરળતાથી ચાલીને જઈ શકો છો. અહીંનો અદભુત નજારો તમને વિદેશ પ્રવાસ કરતા પણ વધારે અદભુત અનુભવ કરાવશે. 

આજે ક્યાં જવા માટે તમે દહેરાદૂન રેલવે સ્ટેશનથી રોડ માર્ગે આરામથી જઈ શકો છો કારણ કે આ જગ્યા દેહરાદુન સ્ટેશનથી 10 કિલોમીટર દૂર આવેલી છે. રેલવે સ્ટેશનથી તમને સરળતાથી ટેક્સી મળી જાય છે. ગુચ્ચુ પાની પહોંચ્યા પછી આ ગુફા સુધી પહોંચવા માટે પણ તમારે વધારે ચાલવું નહીં પડે. પાંચ મિનિટ ચાલવાથી જ તમે આ જગ્યાએ પહોંચી શકો છો. ત્યાર પછી ગુચ્ચુ પાનીમાં પ્રવેશ કરવા માટે 30 રૂપિયાની ટિકિટ ખરીદી તમે અંદર ફરવા જઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news