Glowing Skin: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો ચહેરો સુંદર અને ચમકદાર દેખાય. ચહેરા પર ક્યારે વૃદ્ધત્વની અસર ન દેખાય અને તે હંમેશા યુવાન રહે. ગ્લોઈંગ અને સુંદર ત્વચા મેળવવા માટે લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આ સિવાય સમયે સમયે પાર્લરમાં ટ્રીટમેન્ટ પણ થતી હોય છે. જોકે કેટલાક લોકોને આ પ્રકારની ટ્રીટમેન્ટથી પણ આડઅસર થાય છે અને તેની સ્કીન ખરાબ થઈ જાય છે. જો તમારી સ્કિન પણ આવી જ હોય તો આજે તમને ઘરમાં જ રહેલી 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જે 7 દિવસમાં તમારી ત્વચાને સુંદર બનાવી દેશે. ફક્ત 10 રૂપિયા જેટલો ખર્ચ થશે પણ આ વસ્તુનો ઉપયોગ કરશો તો ત્વચા પર પાર્લર જેવો ગ્લો દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Skin Care: શરીરમાં આ 2 વિટામિન ઓછા હોય તો સ્કિન થવા લાગે કાળી, ચહેરો થઈ જાય ખરાબ


ગુલાબ જળ 


જો તમારે ઇન્સ્ટન્ટ નિખાર મેળવવો હોય તો ગુલાબજળની મદદથી આ કામ થઈ શકે છે. ગુલાબ જળને ચહેરા પર સ્પ્રે કરી ત્રણથી પાંચ મિનિટ માટે છોડી દો. ત્યાર પછી ભીના કપડા કે રૂ ની મદદથી ચહેરો સાફ કરો. આમ કરવાથી ચહેરા પર જામેલી ગંદકી દૂર થઈ જશે અને ચહેરા પર તુરંત નિખાર દેખાશે. 


મધ અને ઓલિવ ઓઈલ 


મધ અને ઓલિવ ઓઇલ લગાડવાથી પણ ચહેરા પર પ્રાકૃતિક નિખાર વધે છે. તેના માટે એક ચમચી મધમા બે થી ત્રણ ટીપા ઓલિવ ઓઇલના મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો. 10 થી 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. 


આ પણ વાંચો: Rain Insects: બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરો આ કામ


ટમેટું 


ટમેટું વિટામીન અને એન્ઝાઈમથી ભરપૂર વસ્તુ છે. તેને ચહેરા પર લગાડવાથી ડેડ સ્કીન ઝડપથી દૂર થાય છે. તેનો ઉપયોગ કરવો પણ સરળ છે. ટમેટાને બે ટુકડામાં કાપી લો અને ટમેટાના અડધા ટુકડાથી ચહેરા પર બરાબર મસાજ કરો. 10 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. 


ચણાનો લોટ 


ચણાનો લોટ ચહેરાને તુરંત જ સાફ બનાવે છે. એના માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લઈ તેમાં ચપટી હળદર અને લીંબુના થોડા ટીપા મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો. તે બરાબર સુકાઈ જાય પછી પાણીથી સાફ કરો. 


આ પણ વાંચો: Dry Hair: ડ્રાય વાળને પણ 2 વારમાં રેશમ જેવા મુલાયમ બનાવી દેશે આ 3 વસ્તુઓ


લીંબુ અને મગ 


લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે તે ચહેરા પર દેખાતા ડાઘને દૂર કરવાનું કામ કરે છે. આ નુસખાથી ચહેરા પર તુરંત જ ચમક દેખાશે તેના માટે એક બાઉલમાં એક ચમચી લીંબુનો રસ લઈ તેમાં થોડું મધ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવી 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)