Hair Care Tips: આપણી સુંદરતામાં વાળનું સૌથી મોટું યોગદાન હોય છે. કાળા વાળ સુંદરતામાં વધારો કરે છે. પરંતુ જ્યારે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે તો ચિંતા વધી જાય છે. અને આજકાલ નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. યુવક યુવતીઓ 25 વર્ષના થાય ત્યાં સુધીમાં તો કલર કરાવતા થઈ જાય છે. કારણ કે નાની ઉંમરમાં જ તેમના વાળ સફેદ થવા લાગે છે અને તેઓ વૃદ્ધ દેખાવા લાગે છે. નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. સફેદ થતાં વાળનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને અનહેલ્થી ખોરાક લેવાની આદત છે. જો તમારા વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો ચિંતા કરવાની અને કલર કરાવવાની જરૂર નથી તમે કેટલા ઘરેલુ ઉપાયો અજમાવીને સફેદ વાળથી મુક્તિ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચહેરાના અણગમતા વાળથી મેળવવી છે મુક્તિ? તો બધી ઝંઝટ છોડો અને અજમાવો આ ઘરગથ્થુ નુસખા


આ ઘરગથ્થુ નુસખા સામે નહીં ચાલે Blackheads ની જીદ, એકવારમાં જ થઈ જશે દુર


ખરતાં વાળના કારણે માથા પર પડવા લાગી હોય ટાલ તો ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપચાર


સફેદ વાળને કાળા કરવાના ઉપાય


લીમડાના પાન


લીમડાના પાનનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ આ લીમડાના પાન વાળ માટે પણ લાભકારક છે. તેનો ઉપયોગ કરવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે. તેના માટે આમળા અને બ્રાહ્મણીનો પાવડર લઈને તેમાં લીમડાના પાનને વાટી અને મિક્સ કરી દો. હવે આ મિશ્રણમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને આ પેસ્ટને વાળમાં એક કલાક માટે લગાવો અને પછી વાળને ધોઈ લેવા. 


નાળિયેરનું તેલ


નાળિયેરનું તેલ પણ વાળ માટે ખૂબ જ સારું છે. તે સફેદ વાળને પણ સરળતાથી કાળા કરે છે. જો તમે સફેદ વાળથી પરેશાન છો તો એક બાઉલમાં નાળિયેરનું તેલ લઈ તેમાં લીંબુનો રસ ઉમેરીને મૂળમાં સારી રીતે લગાડો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી વાળને ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ તેલ લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.