ચહેરાના અણગમતા વાળથી મેળવવી છે મુક્તિ? તો બધી ઝંઝટ છોડો અને અજમાવો આ ઘરગથ્થુ નુસખા

Skin Care Tips: ચહેરાના અણગમતા વાળ ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. આ સમસ્યા દરેક યુવતીને નડે છે. તેને દુર કરવા માટે નિયમિત વેક્સ કરવું પડે છે અથવા તો પાર્લર જવું પડે છે. પરંતુ તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને પણ ચહેરાના વાળથી કાયમી મુક્તિ મેળવી શકો છો. ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમે ચહેરાના અણગમતા વાળ સરળતાથી દૂર કરી શકો છો.

ચોખાનો લોટ

1/5
image

ચોખાનો લોટ તમારા ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે ચોખાના લોટમાં દહીં મિક્સ કરો અને હવે આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. ત્યારપછી ચહેરો સાફ કરો. તેનો ઉપયોગ નિયમિત કરવાથી વાળ દુર થવા લાગે છે.

મધ

2/5
image

મધ તમને ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તેના માટે ચહેરા પર મધ અને લીંબુનું મિશ્રણ ચહેરા પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ

3/5
image

ચણાનો લોટ અને હળદર પણ ત્વચાના વાળને દુર કરવાનું કામ કરે છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી હળવા હાથે તેને રગળી અને કાઢો. 

પપૈયું

4/5
image

પપૈયું તમને ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે પપૈયાની પેસ્ટ બનાવો અને તેમાં 3 ચપટી હળદર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હાથ ભીના કરી આ પેસ્ટને મસાજ કરતાં કરતાં કાઢો.

લીંબુ 

5/5
image

ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે. તેના માટે એક ચમચી ખાંડમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ ત્રણેયને સારી રીતે મિક્સ તેમાં થોડું પાણી ઉમેરી તેને ગરમ કરી ચાસણી બનાવી લો.  તે ઠંડી થઈ જાય એટલે તેને ચહેરા પર લગાવો અને પછી વાળની ઊંધી દિશામાં હાથથી તેને રગળી અને કાઢો.