Skin Care: કોણી અને ઘૂંટણ કાળા થઈ ગયા છે? આ ઘરગથ્થુ વસ્તુઓનો કરો ઉપયોગ 7 દિવસમાં દેખાશે અસર
Knee and Elbow Darkness: કોણી અને ઘૂંટણ પર ધીરે ધીરે ડેડસ્કીન એટલી જમા થઈ જાય છે કે અહીંની સ્કીન પર કાળુ લેયર બની જાય છે. જેના કારણે આ બંને જગ્યાની ત્વચા શરીરની અન્ય ત્વચાની સરખામણીમાં વધારે ડાર્ક અને કઠોળ થઈ જાય છે.
Knee and Elbow Darkness: ત્વચાને હેલ્ધી રાખવી હોય તો સમયે સમયે ડેડ સ્કીનને દૂર કરીને સ્કીન સાફ કરવી જરૂરી છે. શરીરના કેટલાક અંગ એવા હોય છે જેના પર રોજ ધ્યાન દેવાતું નથી તેના કારણે આ બધી જગ્યાઓની ત્વચા ડાર્ક થવા લાગે છે. સામાન્ય રીતે લોકો ચહેરા અને હોઠની જ ડેડી સ્કીન સાફ કરીને હેલ્ધી રાખવાનો પ્રયત્ન કરે છે.
આ પણ વાંચો: Cooking Tips: શાકમાં મરચું વધી જાય તો આ ઘરેલુ વસ્તુઓથી ઓછી કરી શકો છો તીખાશ
જો ત્વચા પરથી ડેડ સ્કીન સાફ થઈ જાય તો ત્વચા ચમકદાર અને ગ્લોઇંગ રહે છે પરંતુ મોટાભાગના લોકો પોતાના શરીરના કેટલાક અંગો પર બિલકુલ ધ્યાન આપતા નથી. જેમકે કોણી અને ઘૂંટણ. કોણી અને ઘૂંટણ પર ધીરે ધીરે ડેડસ્કીન એટલી જમા થઈ જાય છે કે અહીંની સ્કીન પર કાળુ લેયર બની જાય છે. જેના કારણે આ બંને જગ્યાની ત્વચા શરીરની અન્ય ત્વચાની સરખામણીમાં વધારે ડાર્ક અને કઠોળ થઈ જાય છે.
આ પણ વાંચો: Holiday destination: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ, વાતાવરણ હોય છે ખુશનુમા
કોણી અને ઘૂંટણની ત્વચા જ્યારે સાવ ખરાબ થઈ જાય ત્યારે લોકો ચિંતામાં પડી જાય છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને બેદરકારીના કારણે ઘૂંટણ અને કોણીની ત્વચા વધારે ડાર્ક થઈ ગઈ છે તો આજે તમને કેટલાક નેચરલ ઉપાયો જણાવીએ જેની મદદથી તમે કોણી અને ઘૂંટણની કાળી ત્વચાને નોર્મલ કરી શકો છો.
ઘુંટણ અને કોણીની ડેડસ્કીન દુર કરવાના ઉપાયો
આ પણ વાંચો: Skin Care Routine માં દાડમનો આ રીતે કરો ઉપયોગ, ડાઘ-ધબ્બા અને ટેનિંગથી મળશે છુટકારો
ખાંડ અને મધ
ખાંડ અને મધને એક સાથે મિક્સ કરીને ઘુંટણ અને કોણી પર નિયમિત મસાજ કરવી જોઈએ. નિયમિત આ કામ કરશો તો ત્વચાનો રંગ ખીલવા લાગશે અને સ્કીન સાફ રહેશે.
દહીં અને ઓટ્સ
એક ચમચી દહીંમાં એક ચમચી ઓટ્સ અને થોડું મધ મિક્સ કરી એક માસ્ક બનાવી લો. આ માસ્ક ને કોણી અને ઘૂંટણ પર લગાડો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર પછી મસાજ કરીને તેને સાફ કરો. આ માસ્ક નો ઉપયોગ ચહેરા પર પણ કરી શકાય છે.
આ પણ વાંચો: ચહેરા પર કાળા ડાઘા છે? તો ચહેરા પર લગાડો આમાંથી કોઈ 1 વસ્તુ, 10 દિવસમાં વધી જશે ગ્લો
ઓટ્સ અને દૂધ
ઓટ્સ અને દૂધનું સ્ક્રબ પણ ઘૂંટણ અને કોણીની ત્વચાને સુધારી શકે છે. તેના માટે દૂધમાં ઓટ્સ ઉમેરીને થોડીવાર પલાળી રાખો. ત્યાર પછી આ મિશ્રણને કોણી અને ઘૂંટણ પર લગાડો અને 30 મિનિટ રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને પેસ્ટને સાફ કરી લો.
એલોવેરા જેલ
એલોવેરા જેલમાં કોઈપણ લોશન મિક્સ કરીને કોણી, ઘુંટણ, અંડરઆર્મ્સ અને શરીરના અન્ય ડાર્ક એરિયા પર લગાડો. થોડી મિનિટ પછી તેને હળવા હાથે મસાજ કરીને સાફ કરી લો.
આ પણ વાંચો: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ટાઈમે કરશો તો 15 દિવસમાં બેડોળ શરીર શેપમાં આવી જશે
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)