Holiday destination: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ, વાતાવરણ હોય છે ખુશનુમા

Holiday destination:માર્ચ મહિનામાં ફરવા માટે તમે કોઈ જગ્યા શોધી રહ્યા હોય તો આજે તમને ભારતની એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જે તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે કારણ કે અહીં આ ઋતુ દરમિયાન વાતાવરણ ખુશનુમા હોય છે.

Holiday destination: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ, વાતાવરણ હોય છે ખુશનુમા

Holiday destination: માર્ચ મહિનાનો સમય વસંત ઋતુનો હોય છે. અને ભારતમાં એવી કેટલીક જગ્યાઓ છે જેની સુંદરતા વસંત ઋતુમાં ખીલી જાય છે. માર્ચ મહિનામાં ફરવા માટે તમે કોઈ જગ્યા શોધી રહ્યા હોય તો આજે તમને ભારતની એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જે તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે કારણ કે અહીં આ ઋતુ દરમિયાન વાતાવરણ ખુશનુમા હોય છે.

દાર્જિલિંગ

દાર્જિલિંગની ઓળખ દૂર દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા અને ટોય ટ્રેન છે. આમ તો આ જગ્યાએ આખું વર્ષ વાતાવરણ સારું હોય છે પરંતુ માર્ચ મહિનામાં અહીંની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. માર્ચ મહિનામાં અહીંના પર્વતો વિવિધ ફૂલોની સુગંધથી મહેકવા લાગે છે. 

મુન્નાર

જો તમે કેરળના મુન્નારની મુલાકાત લેવા માંગો છો તો માર્ચ મહિનો બેસ્ટ સમય છે. અહીંની સુંદરતા વસંત ઋતુમાં ચરમ સીમા પર હોય છે. અહીં આ સિઝન દરમિયાન જો તમે જશો તો ખરેખર તમને ધરતી પર સ્વર્ગ હોવાની અનુભૂતિ થશે. 

કાશ્મીર

કાશ્મીરને ભારતના સ્વર્ગનો દરજ્જો મળ્યો છે. આવું શા માટે કહેવાય છે તે વાત જાણવી હોય તો માર્ચ મહિનામાં કાશ્મીર ફરવા જવું. વસંત ઋતુમાં કાશ્મીરનો નજારો અલગ જ હોય છે. કશ્મીરની ઘાટીમાં વસંત ઋતુ દરમ્યાન અલગ અલગ રંગના ફૂલ ખીલે છે. ખાસ કરીને ટ્યુલીપ અને ચેરીના ઝાડના દ્રશ્યો તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે. 

ઉત્તરાખંડ

ઉત્તરાખંડને ફૂલોની ઘાટી પણ કહેવાય છે. આ જગ્યાએ ફરવા જવું હોય તો પણ વસંત ઋતુ ખૂબ જ સારો સમય રહે છે. આ ઋતુમાં અહીં રંગબેરંગી ફૂલ ખીલે છે જેનો નજારો તમે ક્યારેય ભૂલી નહીં શકો. 

શિમલા

શિમલા પ્રવાસીઓ માટે ફેવરેટ ડેસ્ટિનેશન છે. જો તમે લોંગ વિકેન્ડમાં ફરવા જવા માંગો છો તો શીમલા માટે પ્લાન બનાવી શકો છો વસંત ઋતુમાં અહીં ચારેતરફ તમને સુંદર ફુલ અને હરિયાળી જ જોવા મળશે જે તમારા પ્રવાસને યાદગાર બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news