Cooking Tips: શાકમાં મરચું વધી જાય તો આ ઘરેલુ વસ્તુઓથી ઓછી કરી શકો છો તીખાશ

Cooking Tips: દરેક વ્યક્તિને જમવામાં ચટાકેદાર ભોજન જ ભાવે છે. અને ભોજનને ચટાકેદાર બનાવવા માટે દાળ શાકમાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણી વખત એવું થાય છે કે ભોજનમાં મરચું વધારે પડી જાય. જો ભોજનમાં મરચું વધારે પડી જાય તો વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ બની હોય તેને કોઈ ખાઈ શકતું નથી. આવી સ્થિતિમાં ભોજનની તીખાશ ઓછી કરવાના કેટલાક નુસખા આજે તમને જણાવીએ.

ઘી

1/6
image

જો અજાણતા તમારાથી ભોજનમાં મરચું વધારે પડી ગયું છે તો ભોજનની તીખાશ દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. શાક કે દાળમાં એક ચમચી ઘી ઉમેરી દેવાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ વધી જશે 

બટર

2/6
image

પાવભાજી કે અન્ય પંજાબી સબ્જીમાં જો મરચું વધી ગયું હોય તો તેની તીખાશ ઓછી કરવા માટે તમે તેમાં બટર ઉમેરી શકો છો. બટર ઉમેરવાથી તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ પણ વધી જશે.

ખાંડ

3/6
image

દાળ, શાકની તીખાશ ઓછી કરવા માટે ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે. જો તમે શાક કે દાળમાં ગળાશ ઉમેરી દો છો તો તેનાથી તીખો સ્વાદ ઘટી જશે.

મેંદો

4/6
image

જો શાકમાં વધારે પડતું જ મરચું પડી ગયું હોય તો મેંદાનો ઉપયોગ કરીને તેની તીખાસ ઓછી કરો. તેના માટે મેંદાને થોડો શેકી લેવો ત્યાર પછી તેને સબ્જીમાં ઉમેરી દેવો. તેનાથી તીખાશ ઓછી થઈ જશે અને ગ્રેવી ઘટ્ટ થઈ જશે.

લીંબુ

5/6
image

લીંબુનો રસ ઉમેરીને પણ તમે ભોજનની તીખાશ ઓછી કરી શકો છો. મરચું વધી ગયું હોય તો દાળ કે શાકમાં લીંબુનો રસ ઉમેરી દો. તેનાથી મરચાની તીખાશ બેલેન્સ થઈ જશે.

6/6
image