Somras In History : સોમરસ એક એવુ પીણુ છે, જેનો ઉલ્લેખ દેવતાઓના વર્ણન સાથે થાય છે. દેવતાઓ સાથે જોડાયેલ દરેક ગ્રંથ, કથા, સંદર્ભમાં દેવગણોમાં સોમરસનુ સેવન કર્યાનું બતાવાયું છે. આ સમસ્ત વર્ણનોમા જે પ્રકારના સોમરસનું વર્ણન કરવામાં આવ્યું છે, તે પરથી સમજી શકાય તે અત્યંત ગુણકારી પેય છે. આપણા વેદ પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં સોમરસનું વર્ણન આવે છે. આપણે લોકો સોમરસ એટલે કે દારુ સમજીએ છીએ. પરંતુ આ તથ્ય બિલકુલ ખોટું છે. સોમરસ, મદિરા અને સુરાપાન ત્રણેયમાં તફાવત છે. સોમરસ એટલે ગુણકારી પેય. પરંતુ કહેવાય છે કે, ઈસાના પહેલા જ આ પીણું ગાયબ થઈ ગયું હતું. તે સમયના લોકોએ આગળની પેઢીને તેની માહિતી આપી જ નહિ. તેથી સોમરસ બનાવવાની વિધિ ઈતિહાસમાં જ ક્યાંય ગાયબ થઈ. આ પાછળ શુ કારણ હતું તે જાણી શકાયુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમરસ એવું જળ છે, જે સંજીવનીની જેમ કામ કરે છે. તે શરીરને હંમેશા જવાન અને તાકાતવાર બનાવી રાખે છે. એટલે કે સોમ બહુ જ સ્વાદિષ્ટ અને મીઠું જળ છે. તેનું પાન કરનારા લોકો હંમેશા બળવાન હોય છે. તે અપરાજેય બની જાય છે. શાસ્ત્રોમાં સોમરસને લૌકિક અર્થમાં એક બળવર્ધક પીણું માનવામાં આવ્યું છે. 


સાદું પાણી બની જશે સોમરસ, પાણીની બોટલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને પીઓ


શું છે સોમરસ
ગ્રંથોમાં લખાયું છે કે, તે એક નિચોડી લેવાયોલું શુદ્ધ દહીં મિશ્રિત જળ છે. નિચોળાયેલું સોમરસ તીખો હોવાને કારણે તેમાં દૂધ કે દહી મિક્સ કરે તૈયાર કરવામાં આવે છે. જે જળમાં દૂધ અને દહી મિક્સ કરવાની વાત આવે છે, તો તે દારૂ ન હોઈ શકે. મદિરાના પાન માદે પાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કે, સોમરસ માટે સોમપાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદ એટલે કે નશો અથવા ઉન્માદ. જ્યારે કે સોમનો મતલબ શીતળ અમૃત એવો થાય છે. 


સોમરસ પર દેવતાઓનો અધિકાર હતો 
દેવતાઓ માટે આ એક મુખ્ય પીણું હતું અને તેનો ઉપયોગ  યજ્ઞોમાં થતો હતો. વરાહપુરાણમાં જણાવ્યા અનુસાર, બ્રહ્મા અશ્વિની કુમાર, જે સૂર્યપુત્ર હતા, તેમની તપસ્યાના ફળસ્વરૂપે સોમરસના અધિકારી હોવાનો આર્શીવાદ આપતા હતા, એટલે કે તેનો અધિકાર માટે દેવતાઓને જ હતો. જેને પણ દેવત્વ પ્રાપ્ત થતું હતું, તેને તપસ્યા બાદ હોમના માધ્યમથી સોમરસનું પાન કરવાનો અધિકાર મળતો હતો.


તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, દિલ જીતી લે તેવું કામ કર્યું


તે સમયના લોકોએ આગળની પેઢીને માહિતી આપી જ નહિ 
માન્યતા છે કે, સોમ નામના વેલ પહાડો પર જ મળી આવતા હતા. રાજસ્થાનના અર્બુદ, હિમાચલની પહાડીઓ, વિધ્યાંચલ, મલય જેવા પર્વતીય વિસ્તારોમાં તેના વેલ મળતા તેવો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાન માને છે કે, અઘાનિસ્તાનની પહાડીઓ પર જ સોમનો છોડ મળતો હતો. આ વેલ કોઈ પાંદડા વગરનો બદામી રંગનો છોડ રહેતો. રિસર્ચથી માલૂમ પડ્યું કે, વૈદિક કાળ બાદ એટલે કે ઈસાના પહેલા જ આ છોડની ઓળખ મુશ્કેલ થતી ગઈ. એમ પણ કહેવાય છે કે, સોમ અનુષ્ઠાન કરનારા લોકોને આ જાણકારી અન્ય લોકોને આપી જ નહિ, અને પોતાના સુધી જ સિમિત રાખી અને સમય જતા અનુષ્ઠાન કરનારા લોકો જ નાબૂદ થતા ગયા. આ કારણે હવે સોમની ઓળખ કરવું મુશ્કેલ બની ગયું.


અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી, પક્ષી-જીવજંતુઓની વાતાવરણમાં થઈ મોટી હલચલ


અલગ છે તેનો આધ્યાત્મિક અર્થ
જો તેને આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો સોમ સાધની ઉચ્ચ અવસ્થામાં વ્યક્તિના શરીરમાં પેદા થતું રસ છે. તેથી કહેવામાં આવ્યું છે કે, सोमं मन्यते पपिवान् यत् संविषन्त्योषधिम्। सोमं यं ब्रह्माणो विदुर्न तस्याश्नाति कश्चन।। એટલે કે અનેક લોકો માને છે કે, માત્ર ઔષધિ રૂપમાં જે તેને લે છે, તે સોમ છે એવું નથી. એક સોમરસ આપણા શરીરની અંદર પણ હોય છે. જેને ખાઈપી ન શકાય., માત્ર જ્ઞાનીઓ દ્વારા જ મેળવી શકાય છે. 


ધોરણ-1માં એડમિશનના સરકારના નિયમ પર હાઈકોર્ટે આપ્યો આ આદેશ