Home Made Anti Rashes Oil: એસેન્સિયલ ઓઈલમાં એવા ઘણા બધા તત્વો હોય છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટાભાગના બ્યુટી પ્રોડક્ટ માં એસેન્સિયલ ઓઈલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આજે તમને એસેન્સિયલ ઓઈલની મદદથી એન્ટી રેશિસ ઓઇલ બનાવવાની રીત જણાવીએ. આ તેલની મદદથી તમે સરળતાથી સ્કીન રેશિસથી મુક્તિ મેળવી શકો છો. સાથે જ તેનાથી તમારી સ્કિન ક્લિયર અને ગ્લોઇંગ દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


એકદમ સરળ છે પ્રોટીન પાવડર બનાવવાની રીત, આ Recipe ફોલો કરી 10 મિનિટમાં જ કરો તૈયાર


ફ્રીઝરની બહાર બરફ ઓગળે એમ ઓગળી જશે Belly Fat, આ છે સૌથી અસરકારક ઉપાય


વારંવાર હેર કલર કરવાથી વાળ થઈ ગયા છે ડ્રાય ? તો આજથી જ કરો આ કામ, વાળમાં વધશે કુદરતી


એન્ટી રેશિસ ઓઇલ બનાવવાની સામગ્રી


10 થી 12 ટીપા લેવેન્ડર ઓઇલ
30 ml નાળિયેર તેલ અથવા ઓલિવ ઓઈલ


એન્ટી રેશિસ ઓઇલ કેવી રીતે બનાવવું


આ તેલ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં નાળિયેરનું તેલ લેવું અને તેમાં લેવેન્ડર ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરો. બસ બનીને તૈયાર થઈ ગયું તમારું એન્ટી રેશિસ ઓઇલ. આ તેલનો ઉપયોગ કરતા પહેલા તમારા ચહેરાને બરાબર રીતે સાફ કરી લેવો. ત્યાર પછી આ તેલને સ્કીન ઉપર રેશિસ થયા હોય તે જગ્યાએ લગાડો. 30 મિનિટ માટે તેલ ને રહેવા દો અને પછી સ્કીનને સારી રીતે સાફ કરો.