વારંવાર હેર કલર કરવાથી વાળ થઈ ગયા છે ડ્રાય ? તો આજથી જ કરો આ કામ, વાળમાં વધશે કુદરતી ચમક
Hair Care Tips: હેર ડાઈ અથવા તો હેર કલર કરવો આજના સમયમાં એકદમ સામાન્ય વાત થઈ ચૂકી છે. પરંતુ હેર કલર કરાવ્યા પછી વાળની સંભાળ બરાબર રીતે રાખવામાં ન આવે તો વાળ બેજાન થઈ જાય છે અને વાળની કુદરતી ચમક ગાયબ થઈ જાય છે.
Trending Photos
Hair Care Tips: હેર ડાઈ અથવા તો હેર કલર કરવો આજના સમયમાં એકદમ સામાન્ય વાત થઈ ચૂકી છે. પરંતુ હેર કલર કરાવ્યા પછી વાળની સંભાળ બરાબર રીતે રાખવામાં ન આવે તો વાળ બેજાન થઈ જાય છે અને વાળની કુદરતી ચમક ગાયબ થઈ જાય છે. જો તમારા વાળ પણ હેર કલર કરાવવાના કારણે ડ્રાય થઈ ગયા છે તો આજે તમને એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે તમારા વાળની ચમક પરત લાવી શકો છો.
આ પણ વાંચો:
- જો તમને વાળ વારંવાર ધોવાની આદત હોય તો વાળ રોજ ધોવાનું ટાળો. અઠવાડિયામાં બે વખત શેમ્પુ કરવું જરૂરી છે તેનાથી વધારે શેમ્પૂ ન કરવું.
- જ્યારે પણ તમે વાળને ધોવો ત્યારે કંડીશનરનો ઉપયોગ અચૂકથી કરવો. કન્ડિશનર નો ઉપયોગ કરવાથી વાળ સોફ્ટ બને છે અને સાઇન જળવાઈ રહે છે. સાથે જ કન્ડિશનરના કારણે કલર પણ લાંબો સમય રહે છે.
- વાળમાં કુદરતી ચમક કાયમી રહે તે માટે જરૂરી છે કે તમે શેમ્પુની પસંદગી યોગ્ય રીતે કરો. એવા શેમ્પુનો ઉપયોગ ન કરો જેમાં કેમિકલ વધારે હોય. શક્ય હોય ત્યાં સુધી સલ્ફેટ ફ્રી શેમ્પુનો ઉપયોગ કરવો.
- ઘણા લોકોને વાળમાં કલર કર્યા પછી માથામાં ખંજવાળ આવવાની ફરિયાદ રહે છે. આવું એટલા માટે થાય છે કે તે કલર અથવા તો ડાય તો મારે સ્કીનને સૂટ નથી થતી. અથવા તો જ્યારે તમે વાળમાંથી કલરને બરાબર કાઢો નહીં ત્યારે પણ આ સમસ્યા થાય છે. તેથી વાળમાં કલર કરાવ્યા પછી હંમેશા સારી રીતે વાળને ધોઈ લેવા.
આ પણ વાંચો:
- જો તમે હેર સ્ટાઈલ કરવાના શોખીન છો તો હિટ પ્રોડક્ટસ નો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. હેર સ્ટ્રેટનર હેર ડ્રાયર વગેરે પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી વાળમાંથી કુદરતી મોઈશ્ચર જતું રહે છે.
- સૌથી મહત્વનું છે કે વાળમાં કુદરતી ચમક જાળવી રાખવા માટે સમયાંતરે માસ્ક નો ઉપયોગ કરો. વાળની સુટ થાય તેવા હેર માસ્ક નો ઉપયોગ કરવાથી વાળ મજબૂત રહે છે અને શાઇની રહે છે. વાળની પોષણ પૂરું પાડવા માટે તમે કેળા, કોકોનેટ ઓઇલ, દહીં જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે