Turmeric: હળદરનો ઉપયોગ વર્ષોથી સ્કીન કેર અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં દવા તરીકે કરવામાં આવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હળદર ત્વચાને સૌથી વધુ ફાયદો કરે છે. આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદરમાં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Foods: રાત્રે ચા-કોફી જ નહીં આ 7 વસ્તુઓ ખાવાનું પણ ટાળજો, ખાવાથી ઉડી જાય છે ઊંઘ


હળદરના ફેસપેક 


1. હળદરમાં દહીં ઉમેરીને લગાવી શકાય છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે પ્રાકૃતિક એક્સપોલિયન્ટ છે. હળદર અને દહીંની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થઈ જાય છે અને ત્વચા મુલાયમ તેમજ ચમકદાર બને છે. તેનાથી ખીલ અને ડાઘ પણ ઓછા થાય છે. 


2. હળદરમાં ચણાનો લોટ ઉમેરીને પણ લગાડી શકાય છે. તેનાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે. હળદર અને ચણાનો લોટ ત્વચાની રંગત અને ખારે છે અને ટેનિંગ ઓછું કરે છે. તેનાથી ઓઇલી સ્કિન કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો: ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, 40 વર્ષની ઉંમરે પણ ત્વચા દેખાશે 28 વર્ષ જેવી


3. હળદર અને મધ પણ ત્વચા માટે ગુણકારી છે. હળદરમાં મધ મિક્સ કરીને લગાડવાથી ચહેરા પરના ખીલ અને ફોડલીઓ દૂર થાય છે. હળદર અને મોજ ની પેસ્ટ ચહેરાને મુલાયમ બનાવે છે. તેનાથી ડ્રાય સ્કીનને ફાયદો થાય છે. 


4. હળદરમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાડી શકાય છે. હળદરમાં પાણી ઉમેરી તેમાં થોડો લીંબુનો રસ ઉમેરવો. આ પેસ્ટ ચહેરા પર લગાડવાથી પ્રાકૃતિક બ્લીચીંગ થઈ જાય છે. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને ત્વચા પર ચમક આવે છે. 


આ પણ વાંચો: બટેટાના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, બોટોક્ષ વિના સ્કીન થઈ જશે ટાઈટ


5. ટમેટામાં લાયકોપિન હોય છે. હળદરમાં ટમેટાની પેસ્ટ ઉમેરીને ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ ઓછી થાય છે. તેનાથી ઓઇલી સ્કિનમાં ફાયદો થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)