White Hair: હેર કલરની નહીં પડે જરૂર, આ 5 વસ્તુઓનો કરશો ઉપયોગ તો મૂળમાંથી સફેદ થઈ જશે વાળ
White Hair Remedy: જો તમે વાળને પરમેન્ટ કાળા કરવા ઈચ્છો છો તો તમે વાળમાં આ પાંચ વસ્તુને અપ્લાય કરી શકો છો. આ પાંચ વસ્તુનો ઉપયોગ કરવાથી વાળને અંદરથી પોષણ મળે છે અને વાળ મૂળમાંથી કાળા થાય છે. આ વસ્તુઓ ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. એટલે કે તમારે એક પણ રુપિયાનો ખર્ચ કરવો નહીં પડે.
White Hair Remedy: આજના સમયમાં મોટાભાગના યુવાનોને નાની ઉંમરમાં સફેદ થતા વાળની સમસ્યા સતાવતી હોય છે. નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા તે હકીકતમાં ચિંતાજનક બાબત છે. સફેદ થતાં વાળની પાછળ કારણ તો ઘણા બધા હોય છે. પરંતુ સફેદ વાળની સમસ્યાનું નિરાકરણ મોટાભાગના લોકોને વાળમાં કલર કરાવવો તે લાગે છે. એટલે કે સફેદ વાળને છુપાવવા માટે લોકો નાની ઉંમરથી જ વાળમાં કલર કરવા લાગે છે.
જો વાળને હેર કલર કરવામાં આવે તો તે પણ થોડા દિવસો માટે જ રહે છે. ધીરે ધીરે વાળમાં સફેદી દેખાવા લાગે છે અને ફરીથી વાળને કલર કરવા પડે છે. નાની ઉંમરથી વાળને કલર કરવાની શરૂઆત કરી દેવામાં આવે તો સફેદ વાળ પણ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં તમે વાળને પરમેન્ટ કાળા કરવા ઈચ્છો છો તો તમે વાળમાં આ પાંચ વસ્તુને અપ્લાય કરી શકો છો. આ પાંચ વસ્તુનો ઉપયોગ કરવાથી વાળને અંદરથી પોષણ મળે છે અને વાળ મૂળમાંથી કાળા થાય છે.
આ પણ વાંચો:
40 વર્ષ પછી પણ ત્વચા રહેશે 25 જેવી, સ્કીન કેરમાં આ 4 આયુર્વેદિક વસ્તુનો કરો ઉપયોગ
સફેદ કપડાની પીળાશ 5 રૂપિયામાં થશે દુર, આ ટ્રિક અજમાવશો તો નવા હોય તેવા ચમકશે કપડા
Skin Care: તજના આ ફેસપેકથી ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
કલોંજી
વાળને મૂડમાંથી કાળા કરવા માટે એકલોજી ખૂબ જ ઉપયોગી છે. કલોંજી વાળને પોષણ આપે છે અને તેનો ગ્રોથ પણ વધારે છે. કલોંજી નો ઉપયોગ કરવાથી વાળ કાળા પણ થાય છે. તેના માટે નાળિયેરના તેલમાં કલોંજી મિક્સ કરીને તેને વાળમાં લગાડવું જોઈએ.
આમળા
આમળા પણ વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો આમળાનો પાવડર અથવા તો તાજા આમળા લઈને તેની પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટને વાળના મૂળમાં લગાડીને 30 મિનિટ માટે રાખો.
ડુંગળી
વાળને કાળા કરવાના ગુણ ડુંગળીમાં પણ હોય છે. તેના માટે ડુંગળીની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાડી 30 મિનિટ રાખો. 30 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લેવા. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે સફેદ વાળની સમસ્યા ગાયબ થઈ જશે.
આ પણ વાંચો:
ફેશિયલ કરાવ્યા પછી ચહેરા પર લગાવો આ 4 માંથી કોઈ એક વસ્તુ, વધી જશે ચહેરાનો ગ્લો
White Hair: જો કરશો આ કામ તો માથામાં વધશે કાળા વાળ, નહીં દેખાય એક પણ સફેદ વાળ
ચા અને કોફી
વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો ચા અને કોફી પણ ઉપયોગી છે. તેના માટે એક કપ પાણીમાં એક ચમચી ચા અથવા તો કોફીનો પાવડર 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર પછી આ પાણીને ઠંડુ કરીને બ્રશની મદદથી વાળમાં લગાડો.
લીમડાના પાન
લીમડાના પાન પણ વાળને કાળા કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત પણ થાય છે અને વાળ કાળા પણ રહે છે. તેના માટે નાળિયેરના તેલમાં મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર ઉકાળો. તેલનો રંગ બદલી જાય પછી તેને ઠંડુ કરીને વાળમાં ઉપયોગમાં લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)