40 વર્ષ પછી પણ ત્વચા રહેશે 25 જેવી, સ્કીન કેરમાં આ 4 આયુર્વેદિક વસ્તુનો કરો ઉપયોગ

Skin Care: તમને કેટલાક આયુર્વેદિક નુસખા વિશે જણાવીએ જેને કરીને તમે તમારી સ્કિનને વર્ષો સુધી યુવાન રાખી શકો છો. જો તમે આ વસ્તુઓને ચહેરા પર અપ્લાય કરવાનું રાખશો તો 40 વર્ષની ઉંમરે પણ તમારી સ્કીન 25 વર્ષ જેવી યુવાન દેખાશે.

40 વર્ષ પછી પણ ત્વચા રહેશે 25 જેવી, સ્કીન કેરમાં આ 4 આયુર્વેદિક વસ્તુનો કરો ઉપયોગ

Skin Care: જેમ જેમ ઉંમર વધે છે તેમ તેની અસર ચહેરા પર દેખાવા લાગે છે. ધીરે ધીરે ચહેરા પર કરચલી, ફાઈનલાઇન્સ દેખાવા લાગે છે. જો ત્વચાની વધતી ઉંમરે સંભાળ લેવામાં ન આવે તો થોડા સમયમાં ત્વચા પર વૃદ્ધત્વ દેખાવા. એક વખત ચહેરાની ત્વચા ઢીલી અને ડલ થઈ જાય તો પછી તેને રીપેર કરવું મુશ્કેલ થઈ જાય છે. તેવામાં આજે તમને કેટલાક આયુર્વેદિક નુસખા વિશે જણાવીએ જેને કરીને તમે તમારી સ્કિનને વર્ષો સુધી યુવાન રાખી શકો છો. જો તમે આ વસ્તુઓને ચહેરા પર અપ્લાય કરવાનું રાખશો તો 40 વર્ષની ઉંમરે પણ તમારી સ્કીન 25 વર્ષ જેવી યુવાન દેખાશે.

અશ્વગંધા

અશ્વગંધા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ અશ્વગંધા ખાવાથી સ્કીનને ઘણા ફાયદા થાય છે. તેનાથી સ્કીન ગ્લો કરે છે અને યુવાન પણ રહે છે.

આ પણ વાંચો:

આમળા

આમળા વિટામીન સી સહિત એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આમળા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આમળામાં એન્ટી એજિંગ પ્રોપર્ટી હોય છે. આમળા સ્કિન પર અપ્લાય પણ કરી શકાય છે. તેના માટે એક ચમચી આમળાના પાવડરમાં ખાંડ અને ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર તેનાથી મસાજ કરવી જોઈએ.

હળદર

હળદર પણ સ્કિન માટે એન્ટી એજિંગ પ્રોપર્ટીનું કામ કરે છે. તેમાં રહેલા ગુણ ત્વચાને અનેક ફાયદા કરે છે. હળદરના ઉપયોગથી વધતી ઉંમરે ત્વચા પર ગ્લો પણ રહે છે અને ત્વચા યુવાન પણ દેખાય છે

તુલસી

તુલસીનો ઉપયોગ પણ એન્ટી એજિંગ વસ્તુ તરીકે કરી શકાય છે. તેનાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને સ્કીનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તેનાથી સ્કીન મુલાયમ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news