Skin Care: તજના આ ફેસપેકથી ચહેરા પર આવશે ઇન્સ્ટન્ટ ગ્લો, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Skin Care: જો તમે સ્કીન કેર રૂટિન ફોલો કરતા નથી તો ચહેરા પર કાળા ડાઘ, ફોડલી, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. સ્કીન કેર માટે પણ બજારમાં મળતી કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરના રસોડામાં રહેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
Trending Photos
Skin Care: સીઝન કોઈપણ હોય દરેક સિઝનમાં ત્વચાની સંભાળ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કેટલાક લોકો ત્વચા પર કેમિકલ બેઝ પ્રોડક્ટનો ઉપયોગ નિયમિત રીતે કરતા હોય છે. તેના કારણે ત્વચાને નુકસાન પણ થતું હોય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે નિયમિત રીતે સ્કીન કેર કરો. જો તમે સ્કીન કેર રૂટિન ફોલો કરતા નથી તો ચહેરા પર કાળા ડાઘ, ફોડલી, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. સ્કીન કેર માટે પણ બજારમાં મળતી કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરના રસોડામાં રહેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
ત્વચાનો રંગ નિખારવા માટે અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે તો જ એક ઉત્તમ વસ્તુ છે. તજનો ઉપયોગ કરીને તમે ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખી શકો છો. તજમાં એવા તત્વ હોય છે જે ત્વચાની રંગત નિખારે છે. તો ચાલો તમને જણાવીએ કે તજનો ઉપયોગ ચહેરા પર કેવી રીતે કરવો.
આ પણ વાંચો:
તજ અને ઓલિવ ઓઇલ
ચહેરાની સુંદરતા વધારવા માટે તમે તજના પાવડરમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાડી શકો છો. દસ મિનિટ પછી મસાજ કરીને આ પેસ્ટને દૂર કરો. તેનાથી ચેહરા પર બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે.
તજ અને મધ
તજમાં એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કીન કેર માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્કીનની એલર્જી અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે એક ચમચી તજના પાવડરમાં બે ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાડી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 30 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
નાળિયેર તેલ અને તજ
તજ અને નાળિયેર તેલના ફેસપેકથી ત્વચાની ખંજવાળ અને એલર્જીની સમસ્યા દૂર થાય છે. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને ડ્રાઇનેસ દૂર થાય છે. તેના માટે તજના પાવડરમાં નાળિયેર તેલ ઉમેરીને ચહેરા પર 15 મિનિટ માટે લગાડો.
આ પણ વાંચો:
દહીં અને તજ
તજના પાવડરમાં દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર લગાડો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. દહીં અને તજ ચહેરા પર લગાડવાથી સ્કીન ટોન ઇવન થાય છે.
કેળું અને તજ
તમે કેળા અને તજના માસ્કનો ઉપયોગ કરીને પણ ત્વચાનું સ્વાસ્થ્ય સુધારી શકો છો. તેના માટે કેળાને સારી રીતે મેશ કરીને તેમાં એક ચમચી તજનો પાવડર ઉમેરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર પાંચ મિનિટ માટે લગાડો. આ પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો. આ પેસ્ટ લગાડવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે